જામનગરનાં ધારાશાસ્ત્રી કિરીટ જોશીના હત્યારાને પકડનારા પોલીસ કર્મચારીઓને બિરદાવવા સમસ્ત બ્રહ્મ સમાજે માંગણી કરી છે. જામનગરના ધારાશાસ્ત્રી કિરીટ જોષીની સરાજાહેર નિર્મમ હત્યા કરવામા આવ્યા બાદ ફરાર ત્રણેય આરોપીને ઝડપવા જામનગરનાં એસ.પી. દિપેનભદ્ર તથા ત્રણ પોલીસ કર્મચારી દ્વારા ખૂબ સંવેદના સાથે જાનની બાઝી લગાવી કલકતાથી ઝડપી લેવામાં આવ્યા હતા આ કામગીરી ખરેખર પ્રશંસનીય રહી હતી. જેને ખંભાળીયાના સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બિરદાવવામાં આવ્યા છે.તથા ગૃહમંત્રી તથા ગૃહ સચિવને અભિનંદન પત્ર પાઠવી જામનગરનાં એસ.પી. તથા ત્રણેય પોલીસની કામગીરીની નોંધ લઈ તેઓને વિશિષ્ટ કામગીરી સબબ વિશિષ્ટ એવોર્ડથી નવાજવામાં આવે તેવો પત્ર દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનીલ જોશીને સુપ્રત કરી માંગણી કરવામાં આવી હતી. બ્રહ્મ સમાજ વતી પ્રતિનિધિ તરીકે વિનાયક ભટ્ટ (રિપોર્ટર), શંકરભાઈ ઠાકર (કોર્પોરેટર) તથા કમલભાઈ ત્રિવેદી વજૂભાઈ વોરિયા (પેરા મિલ્ટ્રી ફોર્સ) તથા કોર્પોરેટર હરેશભાઈ ભટ્ટ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓ દ્વારા સ્વયં ઉપર ખ્તરો વ્હોરી લઈને સાહસ દાખવવામાં આવ્યું તેનો ચિતાર પોલીસવડા સુનીલ જોષીએ આપ્યો હતો.
જામનગર: વકીલ કિરીટ જોશીના હત્યારાને પકડનારા પોલીસ કર્મચારીઓનું સન્માન કરો,જાણો કોણે કરી પોલીસ વડાને રજૂઆત
Previous Articleજૂનાગઢ: મનપા કચેરી ખાતે કન્સલ્ટન્ટ સાથે યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય, આટલા કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ
Next Article સી.એમ. બંગલે સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક