તાત્કાલીક પણે પ્રશ્ર્નનું નિરાકરણ નહીં આવે તો ખેડુતોની આત્મવિલોપનની ચીમકી

જામનગર જીલ્લાના ભરતપુર ગામના ખેડુતોની માલીકીના સર્વ નંબરોમાં (ઉભા પાકમાં) બળજબરી પૂર્વક કંપની તથા કોન્ટ્રાકટરો ઉભા મોલમાં દાદાગીરી કરી વળતર ચુકવવાના કોઇ ઠેકાણા નહી ને નુકશાન કરતા હોવાથી ભરતપુર ગામના ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડુતો દ્વારા વારંવાર અધિકારી, પદાધિકારીને અનેક વાર ફરીયાદ કરવા છતાં પણ નીવેડો ન આવતા ખેડુતોએ નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે.

કલેકટર કચેરી, ડીએસપી વિભાગ સહીત મુખ્યમંત્રી કાર્યાલય સુધી આવેદનપત્ર પાઠવી અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવા છતાં પણ નીવેડો  ન આવતા ખેડુતોનો રોષ ચરમસીમાએ પહોચવા પામ્યો છે. તો શું આ ખેડુતોના પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં થાય? કે પછી આ ખેડુતોના વળતરની રકમ પણ નહી ચુકવાય? તેવા અનેક પ્રશ્ર્નો ઉદભવી રહ્યા છે. કે પછી આ સૌની યોજનાના મુખ્ય કોન્ટ્રાકટર સુભાષ પ્રોજેકટ પ્રા.લી. ની ખુલ્લી દાદાગીરી સામે સમગ્ર તંત્ર કેમ ચુપ છે.

જે જોવા જઇરહ્યું છે. કારણ કે સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર સહીતના અધિકારીઓ આ બનાવ બાબતે ડોકીયુ પણ નથી  કરતા અને ખેડુતોના ફોન પણ નથી ઉપાડતા તો શું આ આ કામગીરી બાબતનો સમગ્ર પાવર માત્રને માત્ર કોન્ટ્રાકટરને જ આપેલ છે. કે શું? તો શું આ ભરતપુર ગામના ખેડુતોનો રોષ શાંત થશે કે નહીં? અને જો આ પ્રશ્ર્નનું નિરાકરણ નહી થાય તો ભરતપુર ગામના ખેડુત ભરતભાઇ મગનભાઇ બોરસદીયાએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.