બહોળી સંખ્યામાં જૈન-જૈનેતરો ઉમટી પડયા: દેરાસરોમાં આંગીના દર્શનનો લ્હાવો લેતા ભાવિકો

જામનગરમાં જૈન સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન મહાવીર જન્મ કલ્યાણ મહાવીર જ્યંતિની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી જેમાં આજરોજ શોભાયાત્રા, પ્રવચન તથા દેરાસરોમાં આંગીના દર્શન કરવામાં આવ્યા.

જામનગરમાં જૈન સમાજ દ્વારા મહાવીર જ્યંતિની ઉજવણી કરવામાં આવશે. ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ચાંદીબજાર નજીક આવેલા વિશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘના શેઠજી દેરાસર અને પાસેની જ્યોતિ-વિનોદ ઉપાશ્રયમાં ગઈકાલે ભગવાન મહાવીરને રથમાં લઈ બેસવાની (રથના ઘી ની ઉછામણી) પંન્યાસ પ્રવર ગુરૃજીના પ્રવચન દરમિયાન બોલાવવામાં આવી હતી. બપોરે ભગવાન મહાવીરની પંચ કલ્યાણ પૂજા કરવામાં આવી હતી.

આજે સવારે પંન્યાસ પ્રવર હ્રિંમકાર સુંદર વિજયજી મહારાજની નિશ્રામાં સવારે 7.30 વાગ્યે ચાંદીબજારથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.. સેન્ટ્રલ બેંક, હવાઈ ચોક, બેડીગેઈટ, રણજીતરોડ, સજુબા સ્કૂલ સહિતના નગરના મુખ્ય માર્ગો પર ફરી જી.પી.ઓ. સામે આવેલા દેરાસરે પહોંચી. જ્યાં શોભાયાત્રા પૂર્ણ થયેલ જેમાં રથ ખેંચનાર ભાઈઓ પૂજાના કપડામાં જોડાયા હતા

પેલેસ રોડ ઉપર આવેલા મહાવીર સ્વામી જીનાલયમાં રત્નત્રયાશ્રીજી મહારાજ આદીઠાણા-3 ની નિશ્રામાં સવારે 6 વાગ્યે ભક્તામર સ્તોત્રના સામૂહિક પાઠ, સવારે 6.1પ,  વર્ધમાન સકસ્તવ અભિષેક પછી પ્રથમ કેસર પૂજા, 8 વાગ્યે પંન્યસજી જીનધર્મ વિજયજી ભગવંતનું પ્રવચન, 10.30 વાગ્યે સાધ્વીજીનું પ્રવચન, બપોરે 3 વાગ્યે મહાવીર મહિલા મંડળ દ્વારા મહાવીર સ્વામી પંચ કલ્યાણક પૂજા ભણાવવામાં આવશે. રાત્રે 8.30 વાગ્યે ભક્તિ સંગીત (ભાવના) યોજાશે. ત્યારપછી ભગવાનની 108 દિવાની આરતી થશે. જેનો ચડાવો ભાવના દરમિયાન બોલાવવામાં આવશે. સ્થાનકવાસી જૈનોના ઉપાશ્રયોમાં ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે વિવિધ પાઠ તેમજ આચાર્ય ભગવંતોના પ્રવચનો યોજાશે. નગરમાં પટેલ કોલોની, ઓશવાળ કોલોની, કામદાર કોલોની, ચાંદીબજાર સહિતના દેરાસરોમાં આજે મંગળવારના ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે સાંજે આંગીના દર્શન યોજાયો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.