Abtak Media Google News
  • જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ગેર કાયદે પેસેન્જરની હેરાફેરી કરનારા વાહન ચાલકો સામે લાલ આંખ
  • શહેરમાંથી ગેરકાયદે પેસેન્જરની હેરાફેરી કરી રહેલા બસ- ઇકો કાર સહિત ૫૦ વાહનો ડીટેઇન કરાયા

જામનગર તા ૪, જામનગર શહેરમાં ગેરકાયદે રીતે મુસાફરોની હેરાફેરી કરનારા વાહન ચાલકો સામે ટ્રાફિક શાખા એ લાલ આંખ કરી છે, અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરી ખાનગી લક્ઝરી નાની મોટી બસ- ઇકો કાર સહિતના ૫૦ થી વધુ વાહનો ડીટેઇન કરી લેવામાં આવ્યા છે, અને તેઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે.

j

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.બી.ગજ્જર અને ટ્રાફિક શાખા ના સ્ટાફ દ્વારા શહેરના જાહેર માર્ગો ઉપર અલગ-અલગ ટીમો બનાવી ગઈકાલના સમગ્ર દિવસ દરમિયાન જામનગર શહેરના સમર્પણ સર્કલ, દિગજામ સર્કલ, j2ખોડીયાર કોલોની માલધારી હોટલ, સાત રસ્તા સર્કલ, સુભાષબ્રીજ તેમજ સુભાસબ્રિજ જેવા અલગ-અલગ વિસ્તારોમાં મુખ્યત્વે જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વાહનો પાર્કિંગ, બિન જરૂરી ટ્રાફિક જામ કરી પેસેન્જરો ભરતા વાહનો ટ્રાવેલ્સ બસો-૧૮ તથા ઈક્કો વાહનો-૩૨ તેમજ બીજા અન્ય વાહનો મળી કુલ-૫૦ થી વધારે વાહનોને ડીટેઈન કરવામા આવ્યા હતા, અને તમામ સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી છે.

j3

આ કામગીરી ટ્રાફિક શાખા પી.આઈ. એમ.બી.ગજજર, પી.એસ.આઈ. આર.એલ.કંડોરીયા, આર.સી.જાડેજા,તથા, સ્ટાફના.મહેન્દ્રસિંહ બટુકસિંહ ઝાલા, મનહરસિંહ વનરાજસિહ ઝાલા, સત્યજીતસિંહ નોંઘુભા વાળા, રમેશભાઈ નાથાભાઈ પરમાર તેમજ ટી.આર.બી જવાનો દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટર:સાગર સંઘાણી 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.