અધિકારીઓ બદલતા રહે છતાં નોટિસ બોર્ડમાંથી જુના નામો હટતા જ નથી
વિકસીત ભારતમાં સરકારી કચેરીઓમાં હજુ પણ લોલંમલોલ ચાલે છે. જેનો જાગતો જીવતો નમુનો જામનગરની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીએ જોવા મળ્યો છે. અવાર-નવાર સ્ટાફની અદલા-બદલી થતી હોય પણ આ કચેરીમાં બોર્ડ બદલવાનું કોઈ કષ્ટ લેતુ નથી. જામનગરના લાલ બંગલા વિસ્તારમાં આવેલ ટ્રસ્ટ નોંધણી કચેરીમાં ઘણા સમયથી નોટિસ બોર્ડ લગાવેલ છે. પરંતુ તેમાં કાગળની પ્રિન્ટ કે પેન્ટીંગ કરવાનો કષ્ટ લગત ડિપાર્ટમેન્ટ પાસે નથી. એટલું જ નહીં અધિકારીઓ સ્ટાફો બદલતા રહે છતાં નોટિસ બોર્ડમાંથી જૂના નામો હટતા જ નથી.
જામનગરના લાલ બંગલા વિસ્તારમાં આવેલ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫, જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી જામનગરનું જ બોર્ડ લગાવેલ છે અને તેમાં ત્રણ જવાબદાર અધિકારીના નામ લખ્યા છે એ પણ પ્રિન્ટીંગ કરેલ કાગળ ચોપડીને લગાવેલ છે. ખરેખર હાલમાં આ જવાબદાર અધિકારી તો છે પણ નહીં. જાહેર માહિતી અપીલ અધિકારીનું બોર્ડ લગાવેલ છે પરંતુ હાલ આ ઓફિસના મુખ્ય અધિકારી અંશારી મેડમ આવી ચુકયા છે પરંતુ હાલની બોર્ડની સ્થિતિ જૈસે થે મુજબ જ લગાવેલ છે તો આ બોર્ડમાં જવાબદાર અધિકારી મુજબ નામ લખવાનું કષ્ટ ટ્રસ્ટ ઓફિસમાં થશે કે પછી વિકસીત ભારતમાં બધુ આમ જ ચાલશે, તેવો સવાલ પ્રજા પુછી રહી છે.