જામનગર જિલ્લામાં વડાપ્રધાન મોદીના હસ્તે આજે 966 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. સભાસ્થળે લોકોએ 56 ઇંચ કા સીના હૈ સર ઉઠા કે જીના હૈ, દેખો દેખો કૌન આયા… ગુજરાત કે શેર આયા….ના નારા લગાવ્યા હતા.
વડાપ્રધાન મોદી જામનગરના એરફોર્સ ખાતે આવી પહોંચ્યા હતા અને કલેક્ટર સહિત રાજકીય નેતાઓએ તેમનું સ્વાગત કર્યં હતું. બાદમાં જી.જી. હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ મોદીએ દર્દીઓ સાથે સારવાર અંગે વાતચીત કરી હતી અને હોસ્પિટલમાં નિરિક્ષણ કરી હોસ્પિટલમાં આપવામાં આવતી સારવાર અંગે માહિતી મેળવી હતી. બાદમાં મોદી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રીની સુરક્ષા અને કાર્યક્રમની વ્યવસ્થાના પગલે પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. જેમાં બિહારીદાન ગઢવી, કિંજલ દવે, બંકિમ પાઠક, કાનજી દેસાઇ, કમલેશ સોલંકી વગેરે ગાયકો અને કલાકારો દ્વારા ગીત-સંગીતની રજૂઆત કરાઇ હતી.. પ્રધાનમંત્રીના હસ્તે સૌની યોજના બીજા તબક્કાના લિંક-1 અને લિંક-3ના લોકાર્પણની સાથેસાથ ત્રીજા તબક્કાના લિંક-3નો પ્રારંભ થયો હતો.