જામનગર નજીક ઢીંચડા રોડ પર આવેલ એક દરગાહમાં ઉર્સ પ્રસગે એકઠા થયેલ મહિલા કોર્પોરેટર પુત્ર સહિતનાઓએ એક યુવાન સામે બંદુક તાકી, હવામાં ફાઈરિંગ કાર્યના બનાવે ભારે ચકચાર જગાવી છે..બેડી મરીન પોલીસે નાશી ગયેલ માથા ભારે સખ્સોની શોધખોળ હાથ ધરી છે…
જુના મનદુ:ખને લઈને હવામાં ફાઈરિંગ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તાપાસમાં બહાર આવ્યું છે…જામનગરમાં જમીન દબાણ અને જુગાર સહીત અનેક કેશમાં પોલીસ દફતરે ચડી ચુકેલા કોન્ગ્રેશના મહિલા કોર્પોરેટરના પુત્ર અનિયા સહિતની ટોળકી એ આ વારદાતને અંજામ આપ્યો હોવાનું જાહેર થયું છે….
શહેર નજીકના ઢીંચડા રોડ પર આવેલ હસરત પીર સમસીર અલી શાહની દરગાહે આજે ઉર્સ ઉજવાયો હતો…આ પ્રસંગમા સહભાગી બનેલા જાવેદ નામના યુવાનને અન્નીયા સહિતના સખ્સોએ આંતરી લઇ ઘમકી આપી હતી…ત્યારબાદ આરોપી અનિયા સહિતનાઓએ હવામાં ફાઈરિંગ કરી નાસી ગયા હતા…આ બનાવની જાણ થતા એસઓજી અને બેડી મરીન પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો….દરગાહ બહાર ની ચોક્કસ વિગતોનો તાગ મેળવી પોલીસે જાવીદની ફરિયાદ નોંધી…નાસી ગયેલા આરોપીઓની શોધખોળ સરું કરી છે.