સાગર સંઘાણી
1લી મેના દિવસે ગુજરાત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતની 1947માં આઝાદી બાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યોની રચના કરવામાં આવી. 1960માં મુંબઇના મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું. આ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો સમાવેશ કરવામાં આવ્યો. આમ 1મેની આપણે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. ત્યારે આ વર્ષે જામનગરમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં અઆવી રહી છે જે સંદર્ભે હોમગાર્ડ યુનિટ દ્વારા પરેડની તૈયારી શરુ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય ના સ્થાપના દિવસ ૧લી મે ની ઉજવણી જામનગર ખાતે પ્રદર્શન મેદાનમાં થશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારે જામનગરના હોમગાર્ડ વિભાગ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, અને પરેડ વગેરેની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.
જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સુરેશ ભીંડીના માર્ગદર્શન હેઠળ તેમજ યુનિટના અધિકારી કમલેશભાઈ ગઢીયા દ્વારા આજે જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં પરેડ ની પ્રેક્ટિસ કરવામાં આવી હતી, અને ગુજરાત રાજ્યના ગૌરવ દિનની ઉજવણી ના ભાગરૂપે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.