જામનગર સમાચાર
જામનગરમાં ગુરુનાનકજીની ૫૫૪ મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજે સવારે પ્રભાત ફેરી યોજાઈ હતી અને નગર ભ્રમણ કર્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં શીખ સમુદાયના ભાઈઓ-બહેનો તેમજ સિંધી સમાજના ભાઈઓ- બહેનો જોડાયા હતા.
જે નિર્ધારીત કાર્યક્રમ મુજબ આજે સવારે પ્રભાતફેરી ૫.૪૫ વાગ્યાએ ગુરૂદ્વારાથી પ્રસ્થાન થઇ હતી અને અંબર ચોકડી, જુના રેલવે સ્ટેશન, ત્રણ બત્તી, બેડીગેટ ભીડ ભંજન મહાદેવ મંદિરે થઈ ફરીથી ગુરુદ્વારા મંદિરે સંપન્ન થઈ હતી. આ પ્રભાતફેરીમાં જામનગરના શિખ સંપ્રદાયના અનુયાયી ભાઈઓ બહેનો, સિંધી સમાજના ભાઈઓ બહેના વગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ધર્મમય વાતાવરણ બની ગયું હતું.