જાહેરમાં ધૂમ બાઇકથી ચલાવનાર સામે પોલીસે લાલ આંખ કરી એક જ દિવસમાં 17 બાઇક ડીટેઇન કર્યા હતા. જામનગર શહેરના લાખોટા તળાવની પાળ પર મોડી સાંજના સમયે બાઈક સવાર ધૂમ સ્ટાઈલે બાઈક ચલાવતા હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.લાખોટા તળાવની પાળ પર સાંજના સમયે પોલીસે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ધૂમ સ્ટાઈલે બાઈક ચલાવનારા, આડેધડ વાહનોનું પાર્કીંગ કરનારા અને નિયમનો ભંગ થતો હોય તેવી નંબર પ્લેટ અને હોર્ન ફીટ કરાવ્યા હોય તેવા વાહનચાલકો સામે પોલીસે દંડનીયા કાર્યવાહી કરી હતી. જામનગર ટ્રાફિક પોલીસની ટીમે લાખોટા તળાવ ઉપરાંત સાત રસ્તા સર્કલ, સુભાષ બ્રિજ સહિતના સ્થળો પર પણ ટ્રાફિક ડ્રાઈવ યોજી નિયમો વિરુદ્ધ વાંહનો ચલાવી રહેલા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રિના સમયે પોલીસે 17 વાહનો ડીટેઈન કર્યા હતા તો સાથે 5 હજાર રૂપિયાના દંડની વસૂલાત પણ કરી હતી. લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી. સાથે આ પ્રકારની કામગીરી કાયમી ચાલુ રહે તેવી પણ લાગણી વ્યકત કરી હતી.
જામનગર : જાહેરમાં ધૂમ બાઇક ચલાવનારા સામે પોલીસની લાલ આંખ: 17 ડિટેઇન કર્યા
Previous Articleસૌરાષ્ટ્રનો આ યુવાન બન્યો સૌથી નાની ઉમરનો પાયલોટ,બેગ્લોરથી રાજકોટ વિમાન સેવાની પ્રથમ ફ્લાઈટ ઉડાવી
Next Article જૂનાગઢમાં સિંહ દર્શન કરવા ઓનલાઇન પરમીટ મેળવી શકાશે