• લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં આવેલી એક વાડીમાં સંતાડવામાં આવેલા ઇંગલિશ દારૂ અંગે પોલીસનો દરોડો
  • વાડીમાંથી ૧૬૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી- ફોરવીલ- મોબાઈલ ફોન સહિત રૂપિયા પોણા છ લાખની માલમતા સાથે બે ની ધરપકડ
  • દારૂ નો જથ્થો ચોટીલા થી આવ્યો હોવાનું ખુલ્યું; દારૂના સપ્લાયરની શોધખોળ હાથ ધરાઈ

જામનગર ન્યૂઝ : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં આવેલી એક વાડીમાં અનવર ઉર્ફે અનિયો અબ્દુલભાઈ બેગ તેમજ માલાભાઇ ઉર્ફે માલદે હીરાભાઈ પંડત ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યા છે, તેવી બાતમી ના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન ઉપરોક્ત વાડીમાં બોલેરો પિકપ વાન ની અંદરથી ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી પોલીસે વાડીમાંથી ૧૬૬ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો, બે નંગ મોબાઈલ ફોન, સહિત રૂપિયા ૫,૭૬,૪૦૦ ની માલમતા કબજે કરી લીધી છે. પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત બંને શખ્સો એ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ભરતભાઈ કાઠી નામના શખ્સ પાસેથી ઇંગ્લિશ દારૂની બાટલીઓ ન જથ્થો આયાત કર્યો હોવાનું કબુલ્યું હતું જેથી ભરત કાઢીને ફરારી જાહેર કરી તપાસ તપાસનો દોર ચોટીલા તરફ લંબાવાયો છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.