Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર શહેરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઈવ સાથેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૨ વાહનો ડિટેઇન કરાયા છે, જ્યારે ૧૫ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાના ભાગરૂપે તેમ જ ટ્રાફિક નિયમન જળવાયેલું રહે, તેની તકેદારીના ભાગરૂપે સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વિશેષ ટ્રાફિક રાખવામાં આવી હતી. જ્યારે ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરનાર અને પાન ના ગલ્લાઓ સહિત જાહેર જગ્યાઓ પર બિનજરૂરી બેસનારો સામે જામનગર સિટી-એ ડિવિઝન પોલીસે લાલ આંખ કરી છે.WhatsApp Image 2023 11 07 at 10.39.11 14ec14ac

જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન હેઠળ જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઇ. એન.એ.ચાવડા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડ ના પી.એસ.આઇ. બી.એસ.વાળા દ્વારા તેમજ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા જામનગર શહેર ના પાંચ હાટડી વિસ્તાર, કાલાવડ નાકા બહારનો વિસ્તાર અને મોટાપીર ચોક વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ સાથે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

WhatsApp Image 2023 11 07 at 10.39.11 4c750a64
જે ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા ૧૨ વ્યક્તિઓ સામે પગલાં લેવાયા હતા, અને તેઓના ૧૨ બાઇક ડિટેઇન કરી લેવાયા હતા. આ ઉપરાંત ટ્રાફિક નિયમનનું પાલન નહીં કરનારા અન્ય ૧૫ વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી, અને તેઓ પાસેથી હાજર દંડ વસૂલી લેવાયો હતો. પોલીસની આ કાર્યવાહીને લઈને ટ્રાફિક નિયમન નો ભંગ કરનારા તત્વોમાં ફફડાટ મચી ગયો હતો.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.