-મહાનગરપાલિકા દ્વારા લાખોટા લેક-એમ્યુઝમેન્ટ પાર્કમાં દોઢ કરોડના ખર્ચે સોલાર ટ્રી લગાવવાનું આયોજન
-રણમલ તળાવમાં 50 કિલો વોટના ચાર સોલાર ટ્રી લગાવવામાં આવ્યા
-એમ્યુઝમેન્ટ પાર્કમાં 30 કિલો વોટના બે ટ્રી લગાવવામાં આવ્યા
-રણમલ તળાવ-એમ્યુઝમેન્ટ પાર્કમાં સોલારના ગઝીબો લગાવવાની કાર્યવાહી એપ્રિલ માસમાં કાર્યરત કરાશે
Jamnagar News : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના લાખોટા લેક તેમજ એમ્યુઝમેન્ટ પાર્કમાં રૂપિયા દોઢ કરોડના ખર્ચે સોલાર ટ્રી લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રણમલ તળાવમાં 50 કિલો વોટના ચાર સોલાર ટ્રી અને એમ્યુઝમેન્ટ પાર્કમાં 30 કિલો વોટના બે ટ્રી લગાવવામાં આવ્યા હતા. રણમલ તળાવ તેમજ એમ્યુઝમેન્ટ પાર્કમાં મોટી સાઇઝના સોલારના ગઝીબો લગાવવાની પણ કાર્યવાહી એપ્રિલ માસમાં કાર્યરત કરવામાં આવશે. તેમજ તૈયાર થઈને તેની નીચે સહેલાણીઓ બેસી શકે, તેવી પણ વ્યવસ્થા ઊભી કરાશે. જે કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. જેથી લોકો માટે સુશોભનની સાથે સાથે વીજળી ઉત્પાદનનું માધ્યમ પણ બની રહેશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના લાખોટા લેક તેમજ એમ્યુઝમેન્ટ પાર્કમાં રૂપિયા દોઢ કરોડના ખર્ચે સોલાર ટ્રી લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રણમલ તળાવમાં 50 કિલો વોટના ચાર સોલાર ટ્રી લગાવાયા છે. જ્યારે એમ્યુઝમેન્ટ પાર્કમાં 30 કિલો વોટના બે ટ્રી લગાવાયા છે. સાથોસાથ રણમલ તળાવ તેમજ એમ્યુઝમેન્ટ પાર્કમાં મોટી સાઇઝના સોલારના ગઝીબો લગાવવાની પણ કાર્યવાહી : એપ્રિલ માસમાં થશે કાર્યરત.
જામનગર મહાનગરપાલિકા દ્વારા રણમલ તળાવ અને એમયૂઝમેન્ટ પાર્ક કે જેમાં શુશોભન થઈ શકે તે રીતે, તેમજ ઉર્જા પણ મળી રહે તે માટેના સોલાર ટ્રી લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, અને અંદાજે દોઢ કરોડના ખર્ચે બંને ગાર્ડનમાં 6 સોલાર ટ્રી લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જામનગરના રણમલ તળાવ પરિસરમાં 15-15 કિલો વોટના બે ટ્રી લગાવાયા છે. જ્યારે 10-10 કિલો વોટના બે સોલાર ટ્રી ફીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રણમલ તળાવ પરિસરમાં અનુરૂપ જગ્યા જોઈને એક મોટી સાઇઝનો ગઝીબો પણ લગાવવામાં આવશે, કે જે મોટો તૈયાર થઈને તેની નીચે સહેલાણીઓ બેસી શકે, તેવી પણ વ્યવસ્થા ઊભી કરાશે. જે કામગીરી પુર જોશમાં હાલના સમયમાં ચાલી રહી છે.
આગામી એપ્રિલ માસમાં વિજ તંત્ર સાથે કરાર અને ખાતાકીય કાર્યવાહી પૂર્ણ કરી લીધા બાદ તેને કાર્યરત કરી દેવામાં આવશે. જેમાંથી વીજળી ઉત્પન્ન કરી લેવાશે.
આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્કમાં 15 કિલો વોટના બે ટ્રી લગાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત ત્યાં પણ એક ગઝીબો લગાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આગામી દિવસોમાં સમગ્ર કાર્યવાહી પૂર્ણ થયા બાદ એપ્રિલ માસમાં તેને કાર્યરત કરી દેવાશે. જેથી લોકો માટે સુશોભનની સાથે સાથે વીજળી ઉત્પાદનનું માધ્યમ પણ બની રહેશે.
સાગર સંઘાણી