સાગર સંઘાણી
જામનગર મહાનગર પાલિકા સંચાલિત શહેરની શાન સમા એવા રણમલ તળાવ પરિસરમાં વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય પ્રેમી જનતા તેમજ સહેલાણીઓ સહિતના કુલ ૧૦.૬૫ લોકોએ મુલાકાત લીધી છે, અને જામનગર મહાનગરપાલિકાને પ્રવેશના મુદ્દે ૧.૨૪ કરોડની આવક થઈ છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ૨૦૧૫-૧૬ ની સાલમાં રણમલ તળાવ પરિસર ને બ્યુટી ફિકેશન ના ભાગરૂપે સજાવવામાં આવ્યું છે, અને જામનગર શહેરની જનતા માટે નવું નજરાણુ ઊભું કરાયેલું છે.જે લાખોટા તળાવ પરિસરમાં ચાલુ વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય પ્રેમી જનતા તેમજ સહેલાણીઓ સહિતના ૧૦.૬૫ લોકોએ મુલાકાત લીધી છે, અને એક વર્ષ દરમિયાન પ્રવેશ ફી ના મુદ્દે જામનગર મહાનગરપાલિકાને ૧.૨૪ કરોડની આવક થઈ છે.
લાખેણા લખોટા તળાવની વર્ષ દરમિયાન ૧૦,૦૦૦ થી વધુ લોકોએ લીધી મુલાકાત
લાખોટા લેક પરિસર ની અંદર આવેલા લેસર શૉ ની વર્ષ દરમિયાન ૧૦,૦૦૦ થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી, અને શૉ નિહાળ્યો છે. ઉપરાંત ૪૮,૫૦૦ લોકોએ માછલી ઘરની મુલાકાત લીધી છે.ઉપરાંત લાખોટાકોઠાના મ્યુઝિયમની પણ મુલાકાત લીધી છે જેના કારણે મહાનગરપાલિકાને ૧૪.૧૫ લાખની આવક થઈ છે જેના માટે ૫૬,૦૦૦ મુલાકાતીઓ નોંધાયા છે.
જામનગર જામનગરની સ્વાસ્થ્ય પ્રેમી જનતા દ્વારા રણમલ તળાવ ખાતે વોકિંગ, કસરત, યોગા, તથા મેડીટેશન કરવા માટેના પાસ મેળવવામાં આવે છે, જેમાં સવારે ૯,૬૯૦ (ત્રણ વર્ષ માટે) પાસ ઇસ્યુ થયા છે. સિનિયર સિટીઝન ના (ત્રણ વર્ષ) ના ૫,૫૮૦ પાસ જયારે સાંજના પેઇડ જોગિંગના એક વર્ષ માટેના ૩,૬૯૦ પાસ ઇસ્યુ થયા છે, અને કુલ ૧૮૬૯૦ પાસ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યા છે.