- જામનગરના એક વીજ જોડાણમાં સ્માર્ટ ડિજિટલ મીટર અને જુનું મીટર બંને સાથે લગાવીને રિડીંગ સરખાવવા કાર્યવાહી
જામનગર ન્યૂઝ : જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે ડિજિટલ મીટરમાં વધુ રીડિંગ આવે છે, સહિતની જુદી જુદી ફરિયાદોના નિવારણના સંદર્ભમાં વીજતંત્ર દ્વારા એક વીજ ગ્રાહકના ઘરમાં જૂનું વિજ મીટર અને તેની સાથે જ સ્માર્ટ ડિજિટલ મીટર લગાવીને બંનેના રીડિંગ સરખાવવા માટેનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. વીજ વપરાશ અંગેની વિસંગતતાઓ ને દૂર કરવાના ભાગરૂપે આ પ્રયોગ થઈ રહ્યો છે.
જામનગર પી.જી.વી.સી.એલ. સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરી હેઠળ આવતા વિસ્તારમાં હાલમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલુ છે, જેમાં લોકોમાં અપૂર્તિ માહિતી તથા નેગેટીવ મેસેજ તથા સોશિયલ મીડિયા માં અમુક વિડીઓ ફરવાના લીધે અમુક જગ્યા એ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે.
સેન્ટ્રલ ઝોન પેટા વિભાગના એક ગ્રાહક દ્વારા ઉપરની કક્ષાએ રજૂઆત કરતાં તથા સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ નો સંપર્ક કરતાં સ્માર્ટ મીટર વધુ રીડિંગ દર્શાવે છે, અથવા સ્માર્ટ મીટરમાં વધારે ભાવ લઈને વધુ રિચાર્જ કપાઈ જાય છે. વિગેરે જેવા પ્રશ્નો નું સમાધાન માટે એક વધુ ડિજિટલ મીટર ને સ્માર્ટ મીટર સાથે લગાડવાની રજૂઆત કરી હતી.
જેના પગલે વિજ તંત્ર ની ઓથોરિટી ની મંજૂરી લઈને આ ગ્રાહકના જગ્યા પર જુના મીટરની સાથે એક ડિજિટલ મીટર પણ લગાડવામાં આવેલ છે. જેથી આ સ્માર્ટ મીટર અને ડિજિટલ મીટર વચ્ચે ડેટા નું એનાલીસીસ કરી હકીકત ખ્યાલ આવી શકે.
ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટર અંગે કચેરી અધિકારીઓ દ્વારા વારંવાર જણાવવામાં આવેલું છે, કે ગ્રાહકો માં સ્થળે સ્માર્ટ વીજ મીટર લગાડતા પહેલાં દરેક મીટર નું લેબોરેટરી માં ટેસ્ટિંગ કરવામાં આવતું જ હોય છે, અને ત્યાર બાદ જ પેટા વિભાગ કચેરીઓને ફાળવવામાં આવે છે.
તેમ છતાં જે વીજ ગ્રાહકો માં જે ખોટી માન્યતાઓ કે ગેરસમજ ઊભી થયેલી છે તેમની શંકાના સમાધાનના ભાગ રૂપે તારીખ ૨૧.૦૫.૨૦૨૪ ના રોજ કિરીટસિંહ વાળાની રજૂઆતને ધ્યાને રાખીને વિજ કંપનીની ઓથોરિટી દ્વારા એક ચેક મીટર લગાડવામાં આવેલ છે. જેથી આવનારા સમયમાં વીજ ગ્રાહકોને યોગ્ય અને સાચી માહિતી ઉપલબ્ધ થાય અને ગેરસમજ ફેલાવતા નેગેટીવ મેસેજ ને અવગણીને ગ્રાહકો સ્માર્ટ મીટર લગાડવા પ્રત્યે જાગૃત થાય અને સ્માર્ટ મીટર લગાડવામાં મદદરૂપ થાય છે .
સાગર સંઘાણી