જામનગરમાં રણજીત નગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી નશાકારક પીણાંની 468 નંગ બોટલો નો જથ્થો પકડાયો*
જામનગરમાં રણજીત નગર જુ નો હુડકોમાં એક રહેણાંક મકાન પર એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ દરોડો પાડી 468 નંગ નશાકારક પીણાંની બાટલીઓના જથ્થો કબજે કર્યો છે, અને મકાન માલિકની વધુ પૂછપરછ હાથ ધરી છે.
જામનગરની એસ.ઓ.જી .શાખા ની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરમાં રણજીત નગર જુનો હુડકો ઘર નંબર 1157માં રહેતા નરેન્દ્ર આસનદાસ કટારમલ નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં નશાકારક પીણા નો જથ્થો સંગ્રહ કરીને તેનું ખાનગી મા વેચાણ કરવામાં આવી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે આજે બપોરે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી નશાકારક પીણાંની 468 નંગ બાટલીઓનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે રૂપિયા 34 હજાર ની કિંમત નો નશાકારક પીણા નો જથ્થો કબજે કરી લીધો છે, અને મકાન માલિક નરેન્દ્ર આસનદાસ કટારમલની વધુ પૂછપરછ હાથ ધરી છે.