અલગ-અલગ રેજીમેન્ટ દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન યોજાયું; શહિદોને શ્રધ્ધાંજલિ સાથે વીરનારીઓનું સન્માન કરાયું
સ્વર્ણિમ વિજય ઉત્સવ સમારોહમાં સાંસદ પુનમબેન માડમ, સિંઘ બ્રિગેડ કમાન્ડર, કર્નલ રાધાકિશન બાધલા, બ્રિગેડિયર સિધ્ધાર્થચંદ્ર કામૈર ઉપરાંત એનસીસી કેડેટ્સની ઉપસ્થિતિ
ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ 1971માં થયું હતું તેને 50 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગને ઉજવવા માટે જામનગર મિલિટરી સ્ટેશનના શેરદિલ સ્ટેડિયમ ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.સમારંભની શરૂઆત શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાટે પુષ્પાંજલિ કરવામાં આવી હતી. ત્યારબાદ વીર નારી ઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ એનસીસી કેડેટ્સ દ્વારા ભારતીય સંસ્કૃતિ પરંપરાગત રમતો અને નૃત્યો જેમ કે મલખાબ, ચાયડા મેલગ, અઝ પથ્યક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. તેમજ ટ્રાય નેવી સર્વિસીસ બેડનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
1971 ના યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે, વાયુસેનાના ગરુડ કમાન્ડરોએ હેલિકોપ્ટર દ્વારા ફ્લાય પોસ્ટ પ્રદર્શિત કરી, ઉપરાંત એનસીસી કેડેટ્સ અને મહાનુભાવો માટે સાધન સામગ્રી પ્રદર્શન અને ફોટો પ્રદર્શન કર્યું અંતે ભૂતપૂર્વ સૈનિકો વચ્ચે સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્વર્ણિમ વિજય વર્ષ નિમિત્તે જામનગર મિલિટરી સ્ટેશન ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સાંસદ પૂનમબેન માડમ, સિંધ બ્રિગેડ કમાન્ડર, વિવિધ સેવા આપતા અધિકારીઓ, એનસીસી કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ મહાનુભાવો સમક્ષ પરંપરાગત રમતો અને નૃત્યો જેવા કે માલખંબર, ચાયડા મેલમ, ઝાજ પાઠક અને એનસીસી કેડેટ્સ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પછી, વાયુસેનાના ગરુડ આદેશો દ્વારા ફ્લાય પાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.કર્નલ રાધાકિશન બાઘલા જણાવ્યું હતું કે, અમારી સારી કામગીરીથી અમને સફળતા પ્રાપ્ત થઈ હતી. ત્યારે પુરી બ્રિગેડે દુશ્મનના બધા એટેકને નિર્ધારિત કરી નાખ્યું હતું અને હું ઈચ્છું છું કે, આપણા દેશમાં દેશભાવના છે.
મારી ઈચ્છા છે કે આવનારી નવી પેઢી નેશન ફર્સ્ટને પોલીસીને સમજે જે આપણા પ્રધાનમંત્રી કહે છે કે દેશ પહેલા પછી, બીજું બધું આપણે આપણું રિલિજિયન ઉપર ધ્યાન ન દેવું જોઈએ. 1967માં પલટન ભુજમાં બ્રિગેડનો એક હિસ્સો હતો અને મેં 1971ની લડાઇ પુંજ સેક્ટરમાં લડી હતી એક ધમાસણ લડાઈ હતી કેમ કે આપણો દેશ આ પાકિસ્તાનથી બહુ ખૂબીઓથી લડી રહ્યો હતો વેસ્ટન સેક્ટરમાં ખાલી ડિફેન્ટ કરવાની કાર્યવાહી કરી રહ્યા હતા. ના કે એટેક કરવાની કાર્યવાહી કરતા હતા.
જરૂરત પડવાથી અમે એ પણ કર્યું અને જીત હાંસિલ કરી. સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ તેમ ભારત અને પાકિસ્તાન ના યુદ્ધ અને 1971માં થયું હતું તેને 50 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે જામનગર આર્મી કેન્ટમાં સ્વર્ણિમ વિજય વર્ષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રધાનમંત્રી દ્વારા એક વર્ષ પહેલા મસાલ પ્રચલિત કરી આખા દેશમાં મસાજ જાય અને આપણી વીરગાથા છે જ્યારે તમામ સેનાએ જે રીતે યોગદાનમાં આપ્યું હતું તેના ઉપર આજની પેઢીને પ્રતીતિ થાય તેના માટે મસાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મસાલ 6 તારીખે જામનગર પહોંચી હતી. વધુમાં કહ્યું હતું કે, યુવા પેઢીને એક સંદેશ આપવા માગું છું કે આજે આઝાદ ભારત અને સુરક્ષિત ભારતમાં રહીએ છીએ તે સહેલાઇથી મળી નથી સુરક્ષિત વાતાવરણ આપણે સહેલાઇથી મળ્યું નથી તેના માટે સીમાઓ પર સતત પોતાનું જીવન પારિવારિક જીવનનું બલિદાન આપણને સુરક્ષા પુરી પાડી છે અને આપણા દેશ માટે ગર્વ લઈ અને દેશની આ સૌર્યગાથા આપણું કલ્ચર સ્ટ્રોંગ હેરિટેજ માં જોડાય. અને આપણે આત્મનિર્ભર ભારતમાં યોગદાન આપી.
આપણે સૌ સામાન્ય નાગરિક તરીકે આપણે તેના ઋણી છીએ અને આપણે એનો આભાર માનીએ તેટલો ઓછો છે. ત્યારબાદ સ્વર્ણિમ વિજય ઉત્સવ સમારોહ સાંસદ પૂનમ માડમ, બ્રિગેડિયર સિદ્ધાર્થચંદ્ર કામૈર 31 ઇન્ફૈન્ટ્રી બ્રિગેડ, અન્ય નામાંકિત નાગરિક અને લશ્કરી અધિકારી ઓની હાજરીમાં સમાપ્ત થયો હતો.