ગટરના પાણીના પ્રશ્ને તલવારો ઉડી: નવ મહિલા સહિત ૧૭ સામે સામસામો હત્યાની કોશિષનો નોંધાતો ગુનો

જામનગરના માંધાપર સર્કલ પાસે ગટરના પાણીના નિકાલના પ્રશ્ર્ને પાડોશી પરિવાર વચ્ચે ખેલાયેલા સશસ્ત્ર ધિંગાણું ખેલાયું જેમાં બંને પક્ષે ભાઈ બહેનો સહિત સાત ઘવાયા છે. પોલીસે બંને પક્ષની સામસામી નવ મહિલા સહિત ૧૭ શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી બેડી પોલીસ મથકના સ્ટાફે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના માધાપર ભુંગા હૂસેની ચોકમાં રહેતા સાજીદ મામદ ઘટેચા નામના યુવાને પાડોશમાં રહેતા હાસમ કાસમ બુચડ, હાસમ કાસમ બુચડની પત્ની, રૂકશાના, હાજરા, નુરજાહ, એમણાબેન, નુરો બારાઈ, આમદ, શબીર, ઓસ્માણગની, હાસમની સાળી, હાસમની સાસુ અને હુસેન કાસમ બુસ સહિતનાએ સાજીદ છટેચા તેની બહેન ફરીદાબેન અને જુલેખાબેન પર તલવાર વડે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે પાડોશમાં રહેતા આમદ હાસમ બુચડે સાજીદ મામદ, ફરીદા મામદ, રશીદા મામદ અને નઝમા મામદ છટેચા નામના શખ્સોએ તલવાર વડે આમદ બુચડ અને તેની બહેન રૂકશાના જુલેખા અને નુરજહા પર હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસ ગટરના નિકાલના પ્રશ્ર્ને થયેલી બોલાચાલી તિક્ષ્ણ હથીયાર વડે ધિંગાણું ખેલાયું હતુ જેમાં પાંચ મહિલા સહિત પાંચ વ્યકિત ઘવાતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પોલીસે બંને પક્ષોની ફરિયાદ પરથી નવ મહિલા સહિત ૧૭ શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી ધરપકડ કરવા પીએસઆઈ આર.બી. ગોહિલ સહિતના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.