વારાણસીમાં વન વર્લ્ડ ટી.બી. સમિટમાં જામનગર જિલ્લાને સિલ્વર મેડલ: 2015 થી 2022 દરમિયાન કેસોમાં 40%નો ઘટાડો
તા.24 માર્ચ 2023 ના રોજ વિશ્વ ક્ષય દિન નિમિતે વારાણસી ખાતે વન વર્લ્ડ ટીબી સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જીલ્લામાં વર્ષ 2015 થી વર્ષ 2022 દરમ્યાન ટીબીના નવા કેસોમાં 40 ટકા જેવો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો જેને અનુલક્ષીને જામનગર જીલ્લાને નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવતા સિલ્વર મેડલ મળેલ છે.
તા.26/12/2022 થી 26/01/2023 ના સમયગાળા દરમ્યાન જામનગર જીલ્લાના 20 ગામોમાં કોર્પોરેશન વિસ્તારમાં સબ નેશનલ સર્ટિફીકેટ અંતર્ગત ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવેલ જેમાં 10033 ઘર, 38423 વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને 578 સ્પુટમ સેમ્પલ કલેક્શન કરવામાં આવેલ. જેને અતિ આધુનિક જીન એક્ષપર્ટ મોલેક્યુલર ટેસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે હકીકતને અનુલક્ષીને સેન્ટ્રલ ટીબી ડીવીઝન દ્વારા ધારા ધોરણને પૂર્તતા કરતા હોય અને આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન અને મોનીટરીંગ તાલુકા અને જીલ્લા કક્ષાના અધિકારી અને ઠઇંઘ ના ક્ધસલ્ટન્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું. આ તમામ કામગીરી જામનગર જીલ્લાના કલેકટર ડો. સૌરભ પારઘી અને જીલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
જામનગર જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લાના પ્રોગ્રામ ઓફીસર, તમામ તાલુકા આરોગ્ય અધિકારી,મેડીકલ ઓફીસર, કોમ્યુનીટી હેલ્થ ઓફીસર, સુપરવાઈઝર, જીલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફ, તાલુકા કક્ષાના ટીબી સુપરવાઇઝર, ટીબી હેલ્થ વીઝીટર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, આશા બહેનો વગેરેના અથાગ પરિશ્રમના ફળ સ્વરૂપે જામનગર જિલ્લાને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, તમામ અધિકારી ઓના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.