જામનગર મહાપાલિકાની સામાન્ય સભામાં કાર્યવાહી રદ કરવા, અને નિયમ વિરૃદ્ધ થયેલ કાર્યવાહીથી ટીપી સ્કીમ નંબર ૯ ને રદ કરીને શાસક પક્ષ ભાજપના કમિશનીયા નેતાઓ તેમજ અધિકારીઓને લપડાક મારતો હુકમ થવા પામ્યો છે. આમ જાગૃત નગરસેવકનો લોકહિતની લડાઈમાં વિજય થયો છે.

તા. ૨૦-૬-૧૬ના સામાન્ય સભામાં ટીપી સ્કીમ નંબર ૭,૮,૯નો ઈરાદો જાહેર કરવા દરખાસ્ત થઈ હતી. જેમાં વિપક્ષના જાગૃત નગરસેવક યુસુફ ખફીએ ભારતના બંધારણની જોગવાઈ મુજબ અમલવારી કરવા જણાવી ધ ગુજરાત ટાઉન પ્લાનીંગ અર્બન ડેવલોપમેન્ટની જોગવાઈને નેવે મૂકી જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ ઠરાવી કરીને ટી.પી. સ્કીમ માટે તાત્કાલીક અસરથી કરવા ઠરાવ કર્યો હતો.

પરંતુ ૧૮ માસ સુધી આ પ્રકરણની ફાઈલ તત્કાલીન કમિશ્નરે પોતાની પાસે રાખી મૂકી હતી અને કાર્યવાહી કરી ન હતી. એટલે કે ૧૮ માસ સુધી વિકાસ કામગીરી બંધ રાખી હતી અને ચોક્કસ ડેવલોપર્સ સાથે મીલી ભગતથી ૨૮ લે-આઉટ મંજુર કરી સરકારી તિજોરીને નુકસાન કરવામાં આવ્યું હતું.

આવા લગભગ ૨૨ મુદ્દા સામાન્ય સભામાં રજુ કરવામાં આવ્યા હતાં. પરંતુ બહુમતિના જોરે ટી.પી. સ્કીમ ગેરકાયદે રીતે મંજુર કરીને કરોડોનો ભ્રષ્ટાચાર આચરાયો હતો.

આ મુદ્દે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ બોર્ડના પ્રિન્સીપાલ સેક્રેટરીને વિસ્તૃત રજુઆત કરવામાં આવી હતી અને બે વર્ષ સુધી ફાઈલ દબાવી રાખ્યાના પુરાવા રજુ કરાયા હતાં. જેને ધ્યાને લઈ શહેરી વિકાસ વિભાગના સ્પેશ્યલ ઓફિસર અને જોઈન્ટ સેક્રેટરી નીલા મુન્સીએ ગુજરાત નગર નિયમન અને શહેરી વિકાસ અધિનિયમન અન્વયે જામનગર મહાનગરપાલિકાની ટી.પી. સ્કીમ નંબર ૯ની દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.