વિરોધપક્ષના નારા અને વિરોધ વચ્ચે મહાપાલિકાના અંદાજપત્રને સામાન્ય સભાએ આપી બહાલી
જામનગર મહાપાલિકાનું રૂ.612 કરોડમા ખર્ચ દર્શાવતું પ્રરાંતલક્ષી અંદાજપત્ર વિરોધ પક્ષના વિરોધ સાથે સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2021-22નું 612 કરોડનું પુરાંતલક્ષી બજેટ મંજૂર કરવામા આવ્યું છે. બજેટની ચર્ચા દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ તો જળવાયું હતું પરંતુ કેટલાક નગરસેવકો માસ્ક ઉતારી નાખ્યું હતું, તો કેટલાક નગરસેવકો ગળામાં માસ્ક રાખ્યું હતું, બજેટની ચર્ચા દરમિયાન શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ સડક અને લોકભાગીદારી યોજના તથા જુદી જુદી ગ્રાન્ટમાંથી રૂપિયા 25 કરોડનાં ડામર સીસી રોડના કામનું આયોજન છે.લાલપુર બાયપાસ પાસે નવું સ્મશાનગૃહ બનાવવાનું આયોજન છે. સમર્પણ સર્કલથી બેડી જંકશન સુધી પ્રથમ ફેઝમાં રૂપિયા 16 કરોડના ખર્ચે મેટલ કામ વાલસુરા મરીન પોલીસ ચોકીથી ગુલાબ નગર સુધી અંદાજે 90 કરોડ ના ખર્ચે રીંગ રોડ બનાવવાનું આયોજન ઉપજેટમાં છે. પોલીસ હેડકવાર્ટર પાછળ 12043 ચોરસ મીટર જગ્યામાં સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત ના સહયોગથી અંદાજે રૂપિયા 20.12 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ડેવલોપ કરવા પણ દરખાસ્ત મંજુર થઇ છે.
15 મા નાણાપંચની ગ્રાન્ટ આધારિત રૂપિયા 4.50કરોડના ખર્ચે મેટલ વેલ્ડીંગ અને ડીપી રસ્તા ખુલ્લા કરવામાં આવશે. શહેરમાં કાર્યરત ફાયર સ્ટેશન ઉપરાંત ખાવા અને લાલપુર બાયપાસ પાસે નવા બે અત્યાધુનિક ફાયર સ્ટેશન બનાવવા આયોજન અન્વયે પ્લાનિંગ કરાયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ડીપીઆર તૈયાર કરી સરકારમાં મંજૂરી અર્થે મોકલી ડી પી આર મંજુર થતા તે મુજબ 404 આવાસનું ડેવલોપમેન્ટ કરાશે તદ ઉપરાંત જનતા ફાટક પાસે સ્લમ પોકેટનું ઇન સાઈટ ટુ ડેવલોપમેન્ટ માટે અંદાજે 106 આવાસ બનાવવાનું આયોજન પણ છે. જામનગર મનપાના બજેટને વિપક્ષે આંકડાની માયાજાળ સમાન ગણાવ્યું હતું. તો સત્તા પક્ષે વિકાસલક્ષી ગણાવ્યું હતું.