આજથી ગુજરાત સરકારના વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. તેના કરોડો રૃપિયાના નવા પ્રોજેક્ટો અંગે એમઓયુ થનાર છે. તેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ ૩૧૦ કરોડના ૧૨૭ કામના એમઓયુ થનાર છે. જો કે જામનગરમાં નવા કોઈ ઉદ્યોગો આવનાર નથી પરંતુ ખાનગી બિલ્ડરોના બાંધકામને એમઓયુમાં ઘૂસાડી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટ-૨૦૧૯નો પ્રારંભ થઈ રહ્યો છે. તેમાં દેશ-વિદેશની કંપનીઓ દ્વારા કરોડો રૃપિયાના પ્રોજેક્ટ અંગેના એમઓયુ સાઈન કરવામાં આવનાર છે. જામનગર મહાપાલિકા પણ આ વાઈબ્રન્ટ સમિટમાં સામેલ થઈ રહ્યું છે. તેઓ દ્વારા ૩૧૦ કરોડના ૧૨૭ એમઓયુ સાઈન કરવામાં આવનાર છે.

પરંતુ મોટાભાગના પ્રોજેક્ટો ખાનગી બિલ્ડરો દ્વારા થનારા અને થઈ રહેલા મકાનના બાંધકામોનો સમાવેશ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૩ કરોડ ૮૪ લાખના ખર્ચે ઓવરબ્રીજ પાસે તૈયાર થનારા સંભવિત ઓવરબ્રીજ ઉપરાંત ૫૬ કરોડના ખર્ચે બનનારી બે આવાસ યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત કોઈ નવા અને મોટા પ્રોજેક્ટ માટેના કોઈ એમઓયુનો સમાવેશ થતો નથી. મહાપાલિકાએ કરેલા એમઓયુમાં પેચવર્કના કામોનો પણ સમાવેશ કરાયો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.