જામનગર મહાનગરપાલિકાનું અર્થતંત્ર ખાડે ગયું છે અને આવક-ખર્ચના સાંધામેળ થતા નથી, તેથી રાજ્ય સરકારે આવક વધારવાની સલાહ આપી છે. હવે જામ્યુકો આ માટે પોતાની અસ્ક્યામતો વેંચશે, એટલે કે જામ્યુકો હસ્તકની મિલકતો વેંચશે. આ પ્રકારના અહેવાલો પછી વિરોધાભાસી વાતો થઈ રહી છે.
માલ-મિલકતના વધતા જતા ભાવોને ધ્યાને લઈને અત્યારે કોઈપણ પ્લોટ કે મિલકતો વેંચવી હિતાવહ નથી, તેવો અભ્યાસુઓનો મત જોતા આ બહાને કોઈ મલાઈવર્ધક સ્કીમ આકાર પામી રહી હોય, તેમ જણાય છે, જો કે એથી વિપરીત સ્વભંડોળની આવક વધારવા મિલકત વેરાની મહત્તમ મર્યાદા હટાવી લઈને એ વેરાની આવક બમણી કરવાનું વિચારાઈ રહ્યું હોવાની પણ ચર્ચા છે.
જો આવી હિલચાલ થતી હોય, તો જરા વિચારજો, કારણ કે લોકસભાની ચૂંટણીમાં નગરજનોનો આ અસંતોષ નડી શકેછે. તેમ કરવાના બદલે ખોટા ખર્ચાઓ અને તાયફાઓ નિવારીને તેના નાણા બચાવી શકાય તેમ છે. વસૂલાત વધારી શકાય અને ખાસ કરીને કહેવાતો ભ્રષ્ટાચાર હટાવીને પણ આવક વધારી શકાય તેમ છે.
આ વર્ષે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે, ત્યારે જ નર્મદા યોજના હેઠળ અપાતા પાણી પુરવઠાની દોઢ કરોડની રકમની ઉઘરાણી થઈ રહી હોવાના અહેવાલો છે. જો આમ ચાલ્યું તો આગામી ઉનાળામાં જ નગરને પીવાનું પાણી કેવી રીતે પૂરૃં પાડશે? એવું લાગે છે કે બેંકો અને નિગમોના દેવા પરના વ્યાજમાં જ જામ્યુકો એવી ફસાઈ રહી છે કે બે છેડા ભેગા થઈ શકતા નથી. આવા સંજોગોમાં નબળું વર્ષ હોવાથી સરકારે પણ જામ્યુકોને