જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા તા.19 અને 20 માર્ચના બે દિવસ દરમિયાન મિલકત વેરો ન ભરનાર 9 મિલકતોને જપ્ત કરવામાં આવી છે. તેમજ 154 આસામીઓ પાસેથી રૂા.40,25,108ની વસૂલાત કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા કમિશનરની સૂચના અનુસાર આસિ.કમિશનર ટેકસ જીગ્નેશ નિર્મલ, ટેકસ ઓફિસર જી.જે. નંદાણિયાના માર્ગદર્શન હેઠળ રિકવરી ટીમો દ્વારા બે દિવસ દરમિયાન 9 મિલકતોને જપ્ત કરાઇ હતી. જેમાં જનતા ગેસ્ટ હાઉસ, ભંગાર બજાર પાસે, યાસિન એન્ડ કંપની ભાગીદાર પેઢીની મિલકત, પાણાખાણમાં અરશીભાઇ કંડોરિયાની, સુપર માર્કેટમાં મુકેશકુમાર મોદીની ત્રણ મિલકતો, સુપર માર્કેટમાં મહાવીર બાંધણી ભાગીદાર પેઢીના ભાગીદારોની, બેડી ગેઇટ પાસે પ્રભુલાલ ભગવાનજી બચુભાઇ એન્ડ રવજી જોબરની, નાગનાથ ગેઇટ પાસે પરવિન્દરકુમાર લખાસિંગ સહિત કુલ 9 મિલકતો જપ્ત કરાઇ છે. તેમજ કુલ 154 આસામીઓ પાસેથી કુલ રૂા. 40,25,108ની સ્થળ ઉપર વસૂલાત કરવામાં આવી હતી.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…