શહેરમાં ગેરકાયદે દબાણો કરનારા સામે કડક કાર્યવાહીથી શરૂઆત કરી છે. દબાણો હટાવવા છતાં ફરી દબાણો કરી લેનારા સામે મહાપાલિકા તંત્રે કડક કાર્યવાહી કરી મહાપાલિકાની જમીન પર ખડકાયેલા સાત મકાનો તોડી પાડી ૩ હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવા મ્યુ. તંત્રે નિર્ધાર કર્યો છે.

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક અશોક સમ્રાટ નગર વિસ્તારમાં મહાનગર પાલિકાની જગ્યામાં ગેરકાયદે રીતે સાત જેટલા મકાનો ખડકી દેવાયા હતા. જે અંગે નોટીસ આપ્યા પછી પણ દબાણો દુર નહીં થતાં આખરે મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટુકડીએ ડિમોલિશન હાથ ધર્યું છે અને સાતેય મકાનો જમીનદોસ્ત કરી દઇ ત્રણ હજાર ફૂટની જગ્યાનું દબાણ ખુલ્લુ કરાવ્યું છે.

જામનગરમાં અશોક સમ્રાટ નગર વિસ્તારમાં કેટલાક આસામીઓ દ્વારા મહાનગર પાલિકાની જગ્યામાં ગેરકાયદે રીતે દબાણ કરીને મકાનો બનાવી દેવામાં આવ્યા હતા. જે અંગે ૨૦૦૮ની સાલમાં ડિમોલીશન હાથ ધરી જગ્યા ખુલ્લી કરાવી હતી. પરંતુ ફરીથી તે જગ્યામાં કેટલાક દબાણકારોએ સાત મકાનો ખડકી દીધા હતા. જે અંગે ફરીથી નોટિસ આપવા છતાં પણ ખાલી કર્યા ન હોવાથી સવારે મહાનગરપાલિકાના સિટી ઇજનેર શૈલેષ જોષીની રાહબરી હેઠળ દબાણ શાખાના અધિકારી રાજભા ચાવડા તથા સુનીલ ભાનુશાળી વગેરેની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને તમામ ગેરકાયદે સાત મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. મહાનગરપાલિકાની આશરે ત્રણ હજાર ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવી દેવામાં આવી હતી. આ સમયે સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો કરવામાં આવ્યો હતો.પરંતુ જામ્યુકોની ટીમે તમામ દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરાવી હતી.

ઓખામાં હાઈસ્કૂલનું જર્જરીત બિલ્ડીંગ ૫ાડતી વેળાએ વિદ્યાર્થીઓ ભાવુક થયા

રેલવેની જગ્યામાં ખડકાયેલા ઝૂંપડા દૂર કરાયા

IMG 20210119 WA0011

જામનગરમાં જૂના રેલવે સ્ટેશન વાળી જગ્યામાં અંબર ચોકડી પાસે મોટી સંખ્યામાં ઝુંપડા ખડકાઇ ગયા હતા, અને ત્યાં અનેક ગેર પ્રવૃત્તિઓ ચાલતી હતી. જે અંગે રેલવેતંત્રએ એકથી વધુ વખત દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમ છતાં ફરીથી દબાણ થયા હોવાથી રેલવે તંત્ર એલર્ટ બન્યું હતું, અને દબાણ હટાવવા માટેની પ્રક્રિયા હાથ ધરતાં ઝુપડા વાસીઓ એ જાતે થી દબાણો દૂર કરી જગ્યા ખાલી કરી આપી છે. જુના રેલવે સ્ટેશન વાળી અંબર ચોકડી પાસે ની જગ્યા કે જ્યાં ૬૦થી વધુ ઝુંપડા ખડકાઇ ગયા હત અને તે સ્થળે દેશી દારૂ જેવી અનેક પ્રવૃત્તિ ચાલતી હોવાથી રેલવે તંત્રએ ફરીથી  ડીમોલેશન નું કાર્ય હાથ ધર્યું હતું. સ્થાનિક ઝુપડા વાસીઓને ત્યાંથી ખસી જવા માટે રેલવે તંત્રએ અલ્ટિમેટમ આપ્યું હતું.  જેના અનુસંધાને સવારે મોટાભાગના ઝુંપડાવાસીઓ એ પોતાનો માલ સામાન ઉપાડી લીધો છે, અને રેલવે તંત્રની જગ્યા ખાલી કરી દીધી છે. અમુક ઝુંપડાવાસીઓનો સામાન પડ્યો છે, જે ધીમે ધીમે ખસેડવાની કાર્યવાહી ચાલી રહી છે. અને સ્વયંભૂ જગ્યા ખુલ્લી કરી દેવામાં મદદરૂપ બન્યા છે.

IMG 20210119 WA0015

લગભગ ૫૭ વર્ષ પૂર્વે નિર્માણ પામેલ હાઈસ્કૂલની ખંડેર જેવી બની ગયેલી ઈમારત ગઈકાલે પાડી નાખવામાં આવે ત્યારે આ બિલ્ડિંગમાં અભ્યાસ કરી ચુકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થતી વખતે તેને પાડવામાં આવતું જોઈને લાગણીશીલ બન્યા હતા અને એ ક્ષણોને મોબાઇલ કેમેરામાં કેદ કરી બહારગામ રહેતા વિદ્યાર્થીઓમાં મિત્રોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી હતી. ઓખા હાઇસ્કૂલની આ ઈમારત બાંધકામનો ઉત્તમ નમૂનો તો હતી જ સાથે સાથે ઓખાની ઓળખ પણ હતી કારણ કે એ જમાના જ્યારે બીજી શાળાઓ નહોતી ત્યારે અભ્યાસ માટેનું મહત્વનું કેન્દ્ર હતી. આ શાળામાં અભ્યાસ કરીને અનેક વિદ્યાર્થીઓએ અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી ઉત્તમ રીતે બનાવી છે . શાળામાં ઉત્તમ શિક્ષકો એ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઘડેલા છે. ભૂકંપ વખતે પણ થોડુંક જ નુકસાન પામેલ બિલ્ડીંગ બાંધકામ ની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ હતું વર્ગમાં બોલનાર શિક્ષક નો પડઘો પડવાને બદલે અવાજ મોટો થઈ સંભળાતો હતો અને ઘોંઘાટ પણ અનુભવાતો નહીં. આચાર્ય પણ એક જગ્યાએ ઊભા રહી સમગ્ર સ્કૂલ પર નજર રાખી શકતા આગળના વિશાળ મેદાનમાં વિવિધ રમતો ના અલગ મેદાન પણ હતા જેમાં સવાર અન સાંજે રમતવીરોએ ખૂબ જ પ્રેક્ટિસ કરેલી. વર્ગખંડોમાં સામસામે આવેલી વિશાળ બારીઓને કારણે પંખા ન હોવા છતાં પણ ગરમીનો અનુભવ થતો નહીં. ખૂબ જ ભવ્ય એવી બિલ્ડિંગમાં લેબોરેટરી અને લાયબ્રેરી સુવિધાઓ પણ હતી જેની યાદ હજી તાજી થાય છે. જ્યારે જર્જરિત છતાંય જાજરમાન ઇમારત પાડવાનું શરૂ થયું ત્યારે તેના વિડિયો વહેતા થયા હતા. દંતકથા સમાન આ બિલ્ડિંગ જમીનદોસ્ત થતી જોવી એ પણ હૃદયદ્રાવક દ્રશ્ય લાગતું હતું.જૂની જર્જરિત બિલ્ડિંગને સ્કૂલના મેદાનમાં હોવું એક રીતે વિદ્યાર્થીઓ માટે પણ જોખમી જણાતું હતું. વળી બે વર્ષ પહેલા જ નિર્માણ પામેલું નવું બિલ્ડીંગ પણ પાછળની સાઈડમાં આવી જતું હતું જેથી દશ્યમાન થતું ન હતું. સર્જન પામેલા નું વિસર્જન પણ થાય છે એમ આ સૌને લાગણી સાથે જોડાયેલ વ્હાલા વિદ્યામંદિર નું વિસર્જન પણ થયું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.