મુંબઈ એરપોર્ટ ઉપર સમારકામ શરૃ કરવામાં આવ્યું હોવાથી અનેક ફલાઈટો રદ્દ કરવામાં આવી છે. જામનગર-મુંબઈની ફલાઈટ પણ સપ્તાહમાં ત્રણ દિવસ બંધ રહેનાર છે. મુંબઈ એરપોર્ટ ઉપરથી દર કલાકે ૩૬ અને દરરોજની ૯પ૦ ફલાઈટ ઉડાન ભરે છે. પરંતુ મુંબઈ એરપોર્ટ પર એક રનવેનું સમારકામ આજથી શરૃ કરવામાં આવ્યું છે જે આગામી ૩૦ માર્ચ સુધી ચાલશે. આ કામગીરીના કારણે વિમાની સેવામાં અસર થવા પામી છે. અને દરરોજ લગભગ ર૩૦ ફલાઈટ રદ્દ કરવામાં આવી છે.
જામનગર-મુંબઈ વચ્ચેની વિમાની સેવા પણ મંગળવાર, ગુરૃવાર અને શનિવારના રદ્દ કરવામાં આવી છે. કારણ કે મંગળ, ગુરૃ અને શનિવારના સવારે ૧૧ થી સાંજે પાંચ વાગ્યા સુધી સમારકામ થનાર છે. આમ અપુરતી ફલાઈટ ઉડાનના કારણે વિમાની ભાડામાં વધારો થશે તેમ જાણવા મળે છે.