આજે જામનગરના પૂર્વ કોંગી MLA હકુભા જાડેજા એટલે કે ધર્મેન્દ્ર સિંહ જાડેજા સત્તાવાર રીતે BJPમાં જોડાઈ જશે. તેઓ જ્યારે કોંગ્રેસને કાયમ માટે અલવિદા કરીને BJPને ગળે લગાવશે ત્યારે CM વિજય રૂપાણી પણ હાજર રહેશે. હકુભાની સાથેસાથે તેમના ટેકેદારો પણ BJPમાં જોડાઈ જશે. આ પ્રસંગે પ્રદેશ BJP પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને ગૃહ ખાતાના રાજયકક્ષાના મંત્રી પ્રદીપસિંહ જાડેજા કોંગ્રેસ છોડીને BJPમાં આવી રહેલા હકુભાને આવકારવા હાજર રહેશે.

હકુભાની સાથેસેાથે કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરો અને અગ્રણીઓ પણ BJPમાં જોડાય તેવી સંભાવના દર્શાવાઇ રહી છે અને પ્રસંગે જામનગર શહેર BJPના પ્રમુખ હસમુખ હિંડોચા અને જિલ્લા BJP પ્રમુખ ચંદ્રેશ પટેલ તથા કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

નોંધનીય છે કે જામનગર શહેરના કોંગ્રેસને મજબુત બનાવવા હકુભાએ તનતોડ મહેનત કરી હતી. જો કે આંતરીક જુથવાદને પગલે તાલુકા જિલ્લા અને કોર્પોરેશનમાં કોંગ્રેસની હાર થતા હકુભા નારાજ થયા હતા અને આ અંગે પ્રદેશ મોવડી મંડળને પણ ફરીયાદ કરી હતી. જો કે મોવડીઓએ કોઇ પગલાં નહી લેતા અકળાયેલા હકુભાએ કોંગ્રેસને રામ રામ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.