યાર્ડ સતાવાળાઓ વેપારી એસોસિએશનની રજુઆતને દાદ દેતા નથી: સેંકડો વેપારીઓ ખફા
જામનગર માર્કેટયાર્ડમાં સેંકડો વેપારીઓની અચોકકસ મુદતની હડતાલને કારણે સખ્યાબંધ ખેડૂતો મંગળવારે ખુબ જ પરેશાન થયા. લાખો ‚પિયાનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયું. વેપારી એસોસીએશનએ આ હડતાલ જાહેર કર્યા પહેલા ગત શુક્રવારે જ યાર્ડના ચેરમેન સહિતના સતાવાળાઓને વેપારીઓના લાંબા સમયથી વણઉકેલ્યા પ્રશ્ર્નો અંગે મુદાસર પત્ર લખી ઈન્ટિમેશન આપેલું અને હડતાલની ચીમકી પણ આપેલી, આમ છતાં પણ યાર્ડ સતાવાળાઓએ વેપારીઓની આ રજુઆતને ગંભીરતાથી ન લેતા અને વેપારીઓએ અચોકકસ મુદતની હડતાલનો પ્રારંભ કર્યો છે. બીજીબાજુ હજારો ખેડૂતોએ હડતાલને પરિણામે ખૂબ જ પરેશાની તથા નુકસાની વેઠવી પડી છે.
જામનગર માર્કેટીંગ યાર્ડ વેપારી એસોસિએશનએ ગત તા.૧૭ નવેમ્બરના દિવસે યાર્ડના ચેરમેન-સેક્રેટરીને બે પેઈજનો પત્ર પાઠવી, વેપારીઓને સતાવતી કાયમી સમસ્યાઓ અંગે રજુઆત તથા જાણ કરી હતી અને તા.૧૮ની સાંજ સુધીની મહેતલ આપી હતી અને નહીંતર અચોકકસ મુદતની હડતાલની પણ ચીમકી આપી હતી.
વેપારી એસોસિએશનએ પત્રમાં જણાવ્યું છે કે, માલ ભરાઈ-ઉતરાઈના પ્રશ્ર્નો છે.
માલ ખુલ્લો પડયો હોય છે. પીવાના પાણીની સમસ્યા, વીજ પુરવઠો ગમે ત્યારે બંધ થઈ જાય, કલાકો સુધી બંધ રહે, યાર્ડમાં સીસીટીવી કેમેરાઓનું ઓપરેટીંગ અનિયમિત છે, દિવસો સુધી જણસો પ્લેટફોર્મ રોકીને પેન્ડીંગ પહેલી હોય છે. તમામ જણસોની બાબતમાં ઉતરાઈ કલાર્કની ગેરહાજરીનો પ્રશ્ર્ન છે. હરરાજીના સમયમાં અનિયમિતતા, સુરક્ષા-સલામતીનો અભાવ વગેરે પ્રશ્ર્નો છે અને આ બધા પ્રશ્ર્નો લાંબા સમયથી વણઉકેલ્યા છે.
યાર્ડ સતાવાળાઓએ યોગ્ય સમય મર્યાદામાં વેપારીઓના ઉપરોકત પ્રશ્ર્નો ઉકેલવાનો સમાધાનકારી માર્ગ ન કાઢતા વેપારીઓએ અચોકકસ મુદતની હડતાલ શ‚ કરી જેને પરિણામે હજારો ખેડુતો પરેશાન છે અને યાર્ડમાં જણસીઓ વિશાળ જથ્થામાં પડતર પડી છે. તેમજ ખેડુતોને ચુકવણા સહિતના કામો અટકાઈ પડયા છે.