સંજય ડાંગર, ધ્રોલ: જામનગરમાં ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા દિવ્યાંગ સાધન સહાયનો મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના પ્રધાનમંત્રીનો હંમેશા એવો ઉદેશ્ય રહ્યો છે કે, દેશના દરેક વર્ગ કેન્દ્રની તમામ યોજના સાથે જોડાઈ. દિવ્યાંગજનો માટે ચાલતી યોજના હેઠળ જામનગર સંસદીય ક્ષેત્રોમાં 4000થી વધુ લોકોને આ યોજના સાથે જોડી સાધન સહાયની સુવિધા આપવામાં આવી છે.
ધ્રોલ જી.એમ પટેલ સ્કુલ ખાતે જામનગર સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષતામાં મેગા દિવ્યાંગ સાધનો સહાય વિતરણનો ચોથા તબકાનો કેમ્પ યોજાયો હતો. જામનગરમાં પ્રથમ કેમ્પ ધનવંત્રિમાં, તેના પછી જામનગર ગ્રામ્યમાં બીજો કેમ્પ, પછી જામજોધપુર અને લાલપુરમાં એક સાથે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આજે જોડિયા અને ધ્રોલ તાલુકામાં કેમ્પ યોજી દિવ્યાંગ સાધનો સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજે 256 લાભાર્થીઓને અલગ અલગ 498 જેટલા સાધનો અપાયા હતા.
સાંસદ પૂનમબેન માડમ તથા જી.એમ.સ્કુલના ટ્રસ્ટી અને પૂર્વ કલેકટર ઘોડસરા સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધ્રોલ પ્રાંત અધિકાર હેતલબેન, ધ્રોલ મામલતદાર તેમજ ધ્રોલ તાલુકા વિકાસ અધિકારી, લખધીરસિંહ જાડેજા શિક્ષણ સમિતી ચેરમેન જામનગર, ગોમતીબેન ચાવડા ન્યાય સમિતિ ચેરમેન જામનગર, ડી.ડીભાઈ જીવાણી, નવલભાઇ મુંગરા તાલુકા સંગઠન પ્રમુખ, સમીર સુકલ ધ્રોલ શહેર પ્રમુખ, જયબેન પરમાર, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબા પોલુભા જાડેજા, જયંતીભાઈ કગથરા, રાજભા જાડેજા પૂર્વ પ્રમુખ, ગોવિદભાઈ દલસાણીયા, તેમજ ધ્રોલ નગરપાલીકાના કોર્પોરેટ ભાજપના હોદ્દેદારો તથા ધ્રોલ તાલુકા પંચાયત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.