- જામનગરની ન્યુ. સાધના કોલોની વિસ્તારમાં જુના બિલ્ડીંગોના ડિમોલેશન મામલે સ્થાનિક રહેવાસીઓ એકઠા થયા
- જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં આવી સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગ કરાઇ
- જામનગર ની ન્યુ સાધના કોલોની વિસ્તારમાં મહાનગરપાલિકાના તંત્ર તથા હાઉસિંગ બોર્ડની ટુકડીએ બે અતી જર્જરીત એવા ફ્લેટને તોડી પાડ્યા હતા અને ડિમોલિશન હાથ ધર્યું હતું.
દરમિયાન હજુ પાંચ બિલ્ડીંગ અતી જર્જરીત હોવાથી તેને પણ ખાલી કરાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.
દરમિયાન ગઈકાલે રાત્રે સાધના કોલોની વિસ્તારમાં વસવાટ કરતાં લોકોનું એસોસિએશન જાગ્યું હતું, અને ગઈ રાત્રે સાધના કોલોની વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓની મિટિંગ યોજાઇ હતી. જેમાં વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે જિલ્લા કલેક્ટર તેમજ મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવા જવાનું નક્કી કરાયું હતું, જેના અનુસંધાને આજે બપોરે બાર વાગ્યાના સૌપ્રથમ સ્થાનિકો રેલી સ્વરૂપે મહાનગરપાલિકામા પહોંચ્યા હતા પોતાને હાલમાં રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટેની માંગણી કરવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટુકડીએ શનિવારે બે અતિ ભય જનક બિલ્ડીંગમાં
ડિમોલેશન કરી નાખ્યું છે.જ્યારે અન્ય પાંચ બિલ્ડીંગ અતિ જર્જરીત હોવાથી તેમાં રહેતા રહેવાસીઓને જગ્યા ખાલી કરી દેવા માટેની સૂચના અપાઇ છે, પરંતુ હજુ ૯ ફ્લેટ ધારકોએ જગ્યા ખાલી કરી ન હોવાથી તેને ફરીથી તાકીદ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તે જર્જરીત બિલ્ડીંગોને પણ દૂર કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાશે તેમ જાણવા મળી રહ્યું છે.
જામનગર: સાગર સંઘાણી