જામનગરના મોટા થાવરીયા ગામમાં બંગલામાંથી 1400 નંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો LCB ટીમે ઝડપ્યો હતો. દારૂ મંગાવનાર અને સંગ્રહ કરનાર 2 શખ્સોની અટકાયત તેમજ દારૂના સપ્લાયર અને અન્ય રીસીવર સહિત 4 ને ફરાર જાહેર કરાયા હતા. દારૂની બાટલીનો જથ્થો અને કાર સહિત રૂપિયા 15,64,000નો મુદામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત દારૂના સપ્લાયર અને રીસીવર સહિત અન્ય ચાર શખ્સોને ફરારી જાહેર કરાયા છે.
મોટા થાવરીયા ગામે LCB શાખાએ એક બંગલામાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની 1400 બોટલનો જથ્થો કબજે કરી બે શખસોને દબોચી લીઘા હતા.પોલીસે રૂા. 9.54 લાખના દારૂ અને મોબાઇલ-વાહન સહિત રૂા. 15.64 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.આ દારૂ પ્રકરણમાં જામનગરના ત્રણ અને ભચાઉના એક શખસનુ નામ ખુલતા પોલીસે ચારેયની શોધખોળ હાથ ધરી છે.
LCB પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન. મોરી તથા સી.એમ. કાંટેલીયાના નેતૃત્વમાં પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા સ્ટાફના ક્રિપાલસિહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ભરતભાઇ ડાંગર સહિતની ટીમને મોટા થાવરીયા ગામે ભવ્યનગરીના એક બંગલામાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે બંગલામાં દરોડો પાડયો હતો
જે દરોડા દરમિયાન દારૂની વિવિધ બ્રાન્ડની 1400 બોટલ મળી આવી હતી.આથી પોલીસે દારૂ મંગાવનાર દશરથસિંહ ઉર્ફે યોગી ઉર્ફે મયુરધ્વજ ઘનશ્યામસિંહ જાડેજા (રે. શાંતિનગર-5, જામનગર) ઉપરાંત દિપેશ ઉર્ફે હિતેશ નરેન્દ્રભાઇ સોલંકી(રે. જામનગર)ને પકડી પાડીને રૂા. 9.54 લાખની કિંમતનો દારૂ, બે મોબાઇલ, બોલેરો પીકઅપ વાન સહિત રૂા. 15.64 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસે પકડાયેલા શખસોની પુછપરછ હાથ ધરી હતી જેમાં દારૂનો જથ્થો જીગર સોઢા (રે. ભચાઉ)એ સપ્લાય કર્યો હોવાનુ ખુલ્યુ હતુ. જયારે દારૂનો આ જથ્થો વેચાણ કરવા પૃથ્વીરાજસિંહ ભરતસિહ વાઢેર, અજયસિંહ પરમાર, પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજા(રે. ત્રણેય જામનગર)એ મંગાવ્યો હોવાનુ ખુલતા પોલીસે તમામ સામે ગુનો નોંધી સપ્લાયર સહિત ચારેયની શોધખોળ હાથ ધરી છે.
અહેવાલ: સાગર સંઘાણી