જામનગર સમાચાર
જામનગર શહેર તેમજ જિલ્લામાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરીને અંજાર આપનાર ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઘરફોડ ચોરીને અંજાર આપનાર ટુકડી દિવસ દરમિયાન મહિલાઓના ખરી ગયેલા વાર લેવાના બહાને સોસાયટીઓમાં ફરતી. અને બાદમાં બંધ મકાનને ટાર્ગેટ કરી ટુકડી ચોરીને અંજાર આપતી હતી.
જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ઘરફોડ ચોરીના ગુનાઓ વધારે રહ્યા હતા ત્યારે જામનગર પોલીસની LCB સહિતની ટીમો ચોરી કરનાર ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જામનગર એલસીબી ની ટીમને મળેલી બાતમીના આધારે લાલપુર ચોકડી નજીક આવવાનું ત્રણ શખ્સો હોય તેવી માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ત્રણ ઈસમો ની અટકાયત કરી હતી. ત્રણેય શખ્સોની પૂછપરછ દરમિયાન ભરત ગંભીર પરમાર, રણજીત ઉર્ફે બોડિયો રામજી પરમાર, અર્જુન ભગવાન ઉર્ફે ભગા વાઘેલા અને ફરાર આરોપી નરેશ મગન કારડીયાએ જામનગર શહેર, લાલપુર , કાલાવડ અને ભાણવડમાં કુલ પાંચ ચોરીને અંજામ આપ્યો હતો.
ચોરી કરતી ગેંગની ખાસિયત એ હતી કે તે દિવસ દરમિયાન જ ચોરીને અંજામ આપતા હતા. પહેલા તો દિવસ દરમિયાન સોસાયટી તેમજ રહેણાક વિસ્તારોમાં મહિલાઓના ખરી ગયેલા વાળ લેવાના બહાને ફરતા હતા. ત્યારબાદ જે બંધ મકાનને ટાર્ગેટ કરી દિવસના જ બંધ મકાનમા ચોરીને અંજામ આપતા હતા. બંધ મકાનના તાળા તોડવા માટે સ્ક્રુ ડ્રાઇવર સહિતના સાધનોનો ઉપયોગ કરી બંધ મકાનમાં ચોરી કરતા હતા. આ પહેલા પણ આ ટુકડીના શખ્સો દ્વારા જુદી જુદી જગ્યાએ ગુનાઓને અંજામ આપ્યો છે જેમાં ભરત કાના પરમારે જામનગર ભાવનગર સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં 15 જેટલા ગુનાઓને અંજામ આપ્યો છે જ્યારે રણજિત ઉર્ફે બોડિયો રવજી પરમાર એ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં કુલ 21 ગુનાઓને અંજામ આપ્યો છે. અત્યારે જામનગર એલસીબી પોલીસે રીઢા ગુનેગારોને ઝડપી પાડી એક લાખ 26 હજાર 250 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
SP નો લોકસંદેશ
પોતાની કિમતી જણસો બેંક લોકરમાં મુકવાનો આગ્રહ રાખો તથા ગામ-લતામાં આવતા ફેરિયાઓ, ધાબળાવાળા, મહિલાના વાળ ખરીદવાવાળા વગેરેની પૂછપરછના આગ્રહ રાખો
આ કાર્યવાહી પો.ઇન્સ. જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. આર.કે.કરમટા પો.સ.ઇ. પી.એન.મોરી તથા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, કામસભાઇ બ્લોચ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા દ્રારા કરવામા આવેલ છે.