ભૂ માફિયા જયેશ પટેલના સાગરિત સુનિલ ચાંગાણીના કબ્જામાં રહેલી લાલપુર બાયપાસ પરના 13 પ્લોટ જપ્ત કરાયા

એડવોકેટની હત્યા, ધાક ધમકી, ખંડણી પડાવવી અને જમીન હડપ કરવા સહિતના અનેક ગુનામાં વોન્ટેડ જયેશ પટેલની ગેંગ સામે પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર વાપર્યા બાદ કાયદાની જોગવાય અંતર્ગત જયેશ પટેલના સાગરિત સુનિલ ચાંગાણીના કબ્જામાં રહેલી લાલપુર બાયપાસ પરની રૂ.3 કરોડની કિંમતની 18,495 ફુટ જમીનનો પોલીસે ટાંચમાં લઇ કુખ્યાત જયેશ પટેલને ભીસમાં લીધો છે.

જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણના મુખ્ય આરોપી ભુમાફિયા જયેશ પટેલની મિલકતો અગાઉ ટાંચમાં લેવામાં આવી હતી. દરમિયાનમાં આરોપીના મિલકત સબંધે સર્વેની કાર્યવાહી ટીમ દ્વારા કરવામાં આવી હતી અને  અહીંના રણજીતસાગર રોડ પર સાંઇબાબા મંદિર વિસ્તાર ગોકુલદર્શન ખાતેની 650 ફુટની જમીન  મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની ટીમો જોડાઇ હતી.

જામનગરના કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ સામે સંખ્યાબંધ ગુન્હાઓ નોંધાયેલા છે. જેમાં પારકી જમીન પચાવી પાડવી, ખંડણી વસુલવા, ફાયરીંગ કરાવવું, એક એડવોકેટની હત્યા કરાવવી સહિતના ગુન્હાઓમાં વોન્ટેડ એવા આ આરોપી અને તેની ગેંગ ફરતે કાયદાનો સકંજો કસવા માટે બે વર્ષ પહેલા ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હો નોંધાયા પછી ગયા વર્ષે આ શખ્સની મનાતી કેટલીક જગ્યાઓ પોલીસે ટાંચમાં લીધી હતી. તે પછી આજે જામનગર પોલીસે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને શહેર ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા રે.સ.નં.1084 માં સમાવિષ્ટ પ્લોટ નં.62, 63,64, 253,254,262,263,264, 584,675, 751 અને 752 નંબરના કુલ 13 પ્લોટ ટાંચમાં લીધા છે. તે 18.12 ચો.મી. એટલે કે 18,497 ફૂટ જેવી બિનખેતી થયેલી આ જગ્યા રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચનાથી અને વર્ષ 2020માં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુન્હાના કામમાં જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસે આ સ્થળે ઉપરોક્ત પ્લોટ ટાંચમાં લેવાતા હોવાની જાણ કરતું બોર્ડ પણ લગાડ્યું છે.જામનગર સહિત રાજયમાં ભારે ચકચારી બનેલા ગુજસીટોક પ્રકરણમાં ભુમાફીયા જયેશ મુળજી રાણપરીયા અને જુદા જુદા ક્ષેત્રના શખ્સોની સામે ગુન્હો નોંધીને અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા જયેશ પટેલ લંડનમા પકડાયો હતો જેને ભારત લાવવાની કાનુની પ્રક્રિયા ચાલી રહી છે, અગાઉ પોલીસ સહિતની ટીમો દ્વારા ગુજસીટોના આરોપીઓ દ્વારા ગેરકાયદે રીતે વસાવેલી મિલકતો ટાંચમાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અલગ અલગ વિસ્તારોમા ગુજસીટોક આરોપીની મિલ્કતો ટાંચમાં લીધી હતી દરમ્યાનમાં આજરોજ જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલની સુચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલા, સીટી- એ પીઆઇ ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સહિતની પોલીસ ટુકડી દ્વારા ગુજસીટોકના આરોપી જયેશ પટેલની અન્ય મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રણજીતસાગર રોડ પર સાંઇબાબા મંદિર ગોલદર્શન વિસ્તારમાં આવેલા 13 જેટલા પ્લોટ ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી અને આ સ્થળે સૂચના આપતું નોટીસ બોર્ડ મુકવામાં આવ્યુ હતું જેમાં આ મિલક્ત જામનગર શહેર લાલપુર રોડ રેવન્યુ સર્વે નં 1084ના પ્લોટ નં. તેમજ ગુજરાત સરકારના ગૃહવિભાગના હુકમ, સીટી-એ ડીવીઝનના ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ કાઇમ (ગુજસીટોક)ની ક્લમો અનુરાર એ મુજબના કામે જપ્ત કરવામા આવે છે તેવી સર્વેએ નોંધ લેવી એ પ્રકારનું લખાણ તેમા ટાંકવામાં આવ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજસીટોની ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ દ્વારા સધન તપાસ કરીને આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ દ્વારા ગેરકાયદે રીતે વસાવેલી મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી તેજ બનાવવામાં આવી હતી, અને ઉચ્ચ અધિકારીઓનામાર્ગદર્શન હેઠળ અગાઉ લાખો કરોડોની મિલકતો ટાંચમાં લીધી હતી દરમ્યાનમાં ફરી એકવાર ભુમાફીયા સામે તવાઇ બોલાવીને વધુ કેટલીક ગેરકાયદે મિલકત ટાંચમાં લેવામાં આવી છે. સાંઇબાબા મંદિર વિસ્તાર તરફ આવેલી જમીન ટાંચમાં લેવાની કાર્યવાહી વેળાએ પોલીસ કાફલો અને અન્ય તેમા જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.