ખંભાળીયામાં ‘સબ ભૂમિ ગોપાલકી’ કરનારા સામે કાર્યવાહી શરૂ
તંત્ર જાગે તો વધુ લેન્ડ ગ્રેબિંગ પ્રકરણ બહાર આવે
ખંભાળીયામાં 1પ વર્ષથી ગેરકાયદેસર જમીન ખેડતા સસરા અને જમાઇ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે.
લેન્ડ ગ્રેબિંગના કાયદો જયારથી અમલમાં આવ્યો છે ત્યારથી નામી અનામી આસામીઓના પ્રકરણો જાહેર થઇ રહ્યા છે. જાહેર થતાં પ્રકરણોમાં મોટાભાગે કોઇ બાતમીદાર દ્વારા આપવામાં આવતી બાતમીના કારણે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ મહેસુલી સ્ટાફ દ્વારા તટસ્થાપૂર્વક તપાસ અભિયાન ચલાવવામાં આવે તો હજારો નહિ લાખો નહિ પરંતુ કરોડો ફુટની જમીન પેશ કદમી ખુલ્લી થઇ શકે.
આવું જ એક પ્રકરણ અિ!ના રામનગર ગ્રામ પંચાયતમાં ખુલવા પામ્યું છે. આ વિસ્તારમાં 3ર વિઘા (રપ હેકટર) જમીન અહીના પૂર્વ નાયબ મામલતદાર નારણભાઇ મકવાણા તથા તેમના જમાઇ મોહનભાઇ પરમાર દ્વારા પંદર વષ પૂર્વે એટલે કે 2006 થી ગેરકાયદે રીતે કબ્જામાં રાખી જમીનમાં કૂવો બનાવી એડ કરી ઉપજ મેળવી રહ્યાનું ખુલવા પામ્યું છે.
આ પ્રકરણની મળતી વિગતો મુજબ અમદાવાદ રહેતા ગૌતમભાઇ મકવાણાના પિતાને સરકારે પંચાવન વર્ષ પહેલા સાથણીમાં આ જમીન આપી હતી. જે જગ્યા પર અરજદારના પિતા દ્વારા જે તે સમયે લોન લેવામાં આવી હતી. જે લોન ભરપાઇ ન થવાના કારણે હરરાજી બાદ સરકારે જમીનનો કબ્જો મેળવ્યો હતો.
બાદમાં જમીનનો કબ્જો મુળ સાયણીદારના ભત્રીજા છગનભાઇ ખીમાભાઇ મકવાણાએ જમીનનો કબ્જો કર્યો હતો જેનું અવસાન થયા બાદ તેમના પુત્ર નારણભાઇ મકવાણા તથા જમાઇ મોહનભાઇ પરમારે મેળવ્યો હતો.
અમદાવાદ સ્થિત અરજદાર ગૌતમભાઇ મકવાણાની માંગણીના કારણે આ જમીનનો રેવન્યુ રેકોર્ડ તપાસમાં આવતા ખરી હકિકત જાહેર થવાથી નાયબ મામલતદાર મનદીપસિંહની ઉંડી તપાસ તથા અભ્યાસ બાદ કરવામાં આવેલી ફરીયાદના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી કોરાના ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મનદિપસિંહની આ કાર્યવાહીથી સપોર્ટો બોલી ગયો છે.