જોડીયાથી નીકળતા કોસ્ટલ હાઈવેનું બાલંભા સાથે જોડાણ થાય તો અંતર, સમય અને ઈંધણનો બચાવ થાય
જોડિયાથી બાલંભાને જોડતો રાજાશાહી સમયનો રોડ હાલમાં પણ તૈયાર જ છે. ફકત તેને પેવર ફીનીશ કરી અને મરામતની જ જ‚ર છે. વર્તમાનમાં આ હાઈવે જોડીયાથી ભાદરા, કેશીયા થઈને બાલંભાના એપ્રોચ રોડને જોડે છે. જેથી તેનું અંતર વધી જાય છે. આ હાઈવેને બાલંભાના જોડીયા સાથેના રાજાશાહી રોડને જોડવામાં આવે તો ૧૬ કિલો મીટરનું અંતર ઘટી જાય હાલમાં જોડીયા બાલંભા ૨૫ કિલો મીટર થાય છે. તે ફકત ૯ કિલોમીટર થાય જેના થકી દેશનું મહામુલુ ઈંધણ અને સમયનો બચાવ થાય.
જોડીયાથી બાલંભાનું અંતર ઘટી જતા આ વિસ્તારનો ઘણો જ વિકાસ થાય હાલમાં બાલંભાના પ્રજાજનો ખરીદી માટે ધ્રોલ અને આમરણ જઈ રહ્યા છે. જેનું અંતર ૨૫ થી૩૦ કિલો મીટર જેટલું છે જો હાઈવેનું જોડાણ થાય તો ખરીદી વેપાર વી. માટે ફકત ૯ કિલોમીટર થતા જોડીયાના વેપાર ધંધાને સારી અસર થાય અને બાલંભાના પ્રજાજનોને યોગ્ય સુવિધા પ્રાપ્ત થાય.
પ્રશાસને વહેલી તકે આ રોડ શ‚ કરી કિંમતી ઈંધણનો લાંબા અંતરનાં ચકકરનો અને સમયનો બચાવ કરવો જ‚રી છે. જેથી આ વિસ્તારનો ખાસ કરીને જોડીયા બાલંભાનો વેપાર અને રોજગારનો વિકાસ થઈ શકે