હાલમાં જ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી-2022 માં લેવાયેલ ડિપ્લોમાં ની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાના પરિણામો જાહેર થયેલ જેમાં જાંબુડા પાટિયા, જામનગર રાજકોટ હાયવે જામનગર સ્થિત ક્રિષ્ના ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી ના વિઘાર્થીઓ દ્વારા ઝળહળતા પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છ. જેમાં જી.ટી.યુ. નું ઓવરઓલ પરિણામ 30.03 ટકા તથા રાજકોટ ઝોનનું પરિણામ 33.06 ટકા હતું. જયારે આ સાથે ક્રિષ્ના ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજીનું 57.58 ટકા પરિણામ સાથે ઇન્સ્ટીટયુટ વાયસ એસ.પી.આઇ. વાયસ મુજબ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી અસાધારણ સિઘ્ધી મેળવી છે.
જેમાં ક્રિષ્ના ઇન્સ્ટીટયુટનો વિઘાર્થી પિંગળ અજય 9.42 એસપીઆઇ સાથે ઇલેકટીક બ્રાંચમાંથી કોલેજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમજ કણઝારીયા ધુમીલ 9.34 એસપીઆઇ સાથે કેમિકલ બ્રાંચમાંથી કોલેજમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. વિઘાર્થીઓએ મેળવેલી સફળતા માટે ટ્રસ્ટી જેરામભાઇ વાસજળીયા, ઘોડાસરા તથા રમેશભાઇ રાણીપા તથા કેમ્પસ ડિરેકટર ગીરધારભાઇ પનારા દ્વારા આ તકે પ્રિન્સીપાલ પિયુષભાઇ કાનાણી સહીત સ્ટાફ ગણ અને તમામ વિઘાર્થીઓ ને શુભેચ્છા આપી બિરદાવ્યા હતી.