જામનગર સમાચાર

જામનગર શહેરમાં ઉત્તર ભારતીય નો મોટો સમુદાય વસવાટ કરે છે, અને તેમાંય ખાસ કરીને મહેશ્વરી સમાજના બહેનો કે જેઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને પતિના દીર્ઘાયુષ્ય માટે કરવા ચોથનું વ્રત ઉજવે છે.જે અંતર્ગત ગઈકાલે 250થી વધુ મહેશ્વરી સમાજના બહેનો એકત્ર થયા હતા, અને સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા સદીઓથી ચાલી આવતી પરંપરા ને આ વખતે પણ નિભાવવામાં આવી હતી.WhatsApp Image 2023 11 02 at 10.29.19 f11e6097

જેમાં પતિના દીર્ઘાયુષ્ય માટે કરવા ચોથનું વૃત ઉજવ્યું હતું.કરવા ચોથ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. જે કૃષ્ણ પક્ષના ચતુર્થીની તિથિમાં આ વૃત રાખવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે બુધવારે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વૃત્ત રાખવામાં આવ્યું હતું. સૂર્યોદય પહેલાં વૃત શરૂ થાય છે, અને ચંદ્રના દર્શન કરીને પૂર્ણ થાય છે.WhatsApp Image 2023 11 02 at 10.29.19 2bd8e204

જેમાં ઉત્તર ભારતીય સમાજના બહેનો દ્વારા ગઈકાલે સાંજે આ વૃતની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે મુખ્ય રીતે ગૌરી અને ગણપતિ ની પૂજા કરવામાં આવે છે અને શિવ કાર્તિકેય અને ચંદ્રનું પૂજન પણ થાય છે. આગાસી પર પાણીનો લોટો અને પૂજાની થાળી તેમજ ચારણી સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉપસ્થિત રહી તેમાં ચંદ્ર નું દર્શન કર્યા પછી પોતાના પતિ ના મુખ નું દર્શન કરીને તેઓના હાથે જ વૃતના પારણા કરાવે છે. જે કરવા ચોથનું પર્વ સોભાગ્યવતી બહેનો દ્વારા ઉમંગભેર ઉજવાયું હતું.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.