દોઢસોથી વધુ પરિવારો પીવાના પાણી અંગે હાલાકી ભોગવી રહ્યા છે કોઈ દરકાર લેતું નથી
કનસુમરા ગામમાં ભુગર્ભ જળ પ્રદુષણને લઈ ઉભી થયેલી સમસ્યા હવે વિકરાળ પ ધારણ કરી ચૂકી છે. ઔદ્યોગીક પાણી પ્રદુષણથી ભુગર્ભ જળ પ્રદુષિત થવાની સમસ્યા સૌરાષ્ટ્રના અનેક ચોક્કસ ઔદ્યોગીક વિસ્તારોનો પ્રાણ પ્રશ્ર્ન બની રહ્યો છે. જેતપુરનો ડાઈંગ ઉદ્યોગનું કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડવામાં આવે છે. કેટલાક કારખાનાઓમાં બોર કરીને ભૂગર્ભમાં પાણી ઉતારવામાં આવે છે પરંતુ ક્યાંય યોગ્ય રીતે પાણી શુદ્ધિકરણ થતું નથી અને સમગ્ર પંથકમાં હવે ભૂગર્ભ જળમાં પણ કાળુ પાણી નીકળવાની સમસ્યા ઉભી થઈ છે.
ત્યારે જામનગર તાલુકાના કનસુમરા ગામના ભૂગર્ભ પાણી પણ પ્રદુષીત થયાનો મામલો સામે આવ્યો છે. ગ્રામજનોએ લાંબા સમયથી ફરિયાદ-આવેદન પત્રની કાકલુદી કરી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દો આંદોલનનું કારણ અને ખાસ કરીને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કારનું કારણ બને તેવો માહોલ ઉભો થયો છે. જામનગર તાલુકાના કનસુમરા ગામે દોઢસોથી વધુ પરિવાર વાડી વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે શિયાળાના સમય દરમ્યાન દૂષિત પાણીને કારણે હાલાકી વેઠવી પડે છે.એક મુખ્ય ધંધો પશુપાલનનો હોય અને સંખ્યા પણ વધુ હોય ત્યારે પીવાના પાણીની જટિલ પ્રશ્ન કાયમી માટેનો છે.કરણ કે બોર અને કુવાના પાણી પીવા લાયક ના હોય ત્યારે આ બાબતે સરપંચને પણ રજુઆત કરી હોય તેમ છતાં નિરાકરણ આવેલ ના હોય.બોર અને કૂવામાં જે પાણી આવે છે તે કેમિકલ વાળું પ્રદુષિત પાણી હોય જેથી પરિવારોને કે પશુઓને પીવાલાયક રહ્યું નથી જેથી આ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા કનસુમરાના વાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સાથે સરપંચ તથા ઉપસરપંચ સાથે રહી પાણી પુરવઠા બોર્ડના અધિકારીને આવેદન પાઠવ્યું છે.અવેદનમાં એવું પણ જણાવ્યું છે પાણીનો પ્રશ્ન તત્કાલિ હલ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં યોજના તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.