મોટી સંખ્યામાં સૌ જ્ઞાતિજનો દ્વારા પગપાળા યાત્રા યોજાઈ
જામનગર સમાચાર
જામનગર સિંધી સમાજમાં તારીખ 16 જુલાઈ થી પ્રારંભ થયેલ ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ ચાલીસા વ્રતની તારીખ 25 ઓગસ્ટના સાંજે મોટી સંખ્યામાં સૌ જ્ઞાતિજનો મળી પુજ્ય ભહેરાણા સાહેબ(ઝુલેલાલ જ્યોત) અને વ્રત ની મટકી સાથે પગપાળા યાત્રા યોજી ડી.જે નાં તાલ સાથે સૌ મળી “આયોલાલ ઝુલેલાલ” ના નારા સાથે સરઘસ નીકળી આ સરઘસ માં ભકતજનો દ્વારા માથા પર પ્રજ્વલિત પુજ્ય ભહેરાણા સાહેબ અને ચાલીસા વ્રતની મટકી રાખી શહેરના નાનક પુરી સ્થિત સંત કંવરરામ મંદિર થી પ્રારંભ થઈ પવનચક્કી – ઓશવાળ હોસ્પિટલ સર્કલ – સુમેરકલબ રોડ – તળાવ ની પાળ મુખ્યશહેરમાર્ગ પર ફરી મિગ કોલોની ખાતે આવેલ તળાવ કાંઠે વાજતે વાજતે પૂર્ણ કરવામાં આવી.
આ સરઘસ યાત્રામાં મસ્તકે રાખેલ પુજ્ય ભહેરાણા સાહેબ(ઝુલેલાલ જ્યોત) ની રોશની થી માર્ગો પર રોશની ઝળહળી ઉઠી હતી. સમગ્ર સરઘસ યાત્રા માં સૌ ધર્મપ્રેમી જ્ઞાતિજનો દ્વારા ઇષ્ટદેવ ઝુલેલાલ જી ની આસ્થા એ” ઝૂલે તેરા ઝંડા – અમર તેરી જ્યોત” નો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો.
અંતે સૌ મળી વિધી વિધાન સાથે તળાવ કાંઠે પુજ્ય ભહેરાણા સાહેબ ની વિધિ કરી આરતી પલ્લવ બાદ પુજ્ય ભહેરાણા સાહેબ ને જલ પરવાન કરી ચાલીસા મહોત્સવ વ્રત ના સંકલ્પ છોડી પુનઃ સાંસારિક જીવનકાળ માં પુનઃ ફર્યા હતા. આ તકે બહોળી સંખ્યા માં નાના ભૂલકાઓ સહિત ભાઈઓ બહેનો વડીલો જોડાયા હતા અને ચાલીસા વ્રત ની શાસ્ત્રોતક વિધિ કરી વ્રત ની સમાપ્તિ કરી હતી.
સાગર સંઘાણી