- JMC બજેટલક્ષી સામાન્ય સભામાં કરોડોના વિકાસકામોને મંજૂરી
- 1520.92 કરોડનું બજેટ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ કર્યું રજૂ
- વિપક્ષના વિરોધ વચ્ચે બજેટને મંજૂરી
જામનગર મહાનગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા ટાઉન હોલ ખાતે મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં વર્ષ 2025-26 નું રૂ.1520.92 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ જનરલ બોર્ડમાં રજૂ કર્યું. મ્યુનિ.કમિશનર દ્વારા સૂચવેલા 11.84 કરોડના કર દરમાંથી સ્ટેન્ડિંગ કમિટીએ રૂ4.25 કરોડ મંજુર કર્યા છે.
શહેરમાં ઇન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ફૂટબોલ ગ્રાઉન્ડ, ડિજિટલ લાઈબ્રેરી, દરિયાઈ વિસ્તારમાં જતા રોડને નેકલેસ રોડ તરીકે ડેવલપ કરવા, પાંચ ગૌરવ પથ, મીની એમ્યુઝમેન્ટ પાર્ક અને ત્રણ દાદા-દાદી ગાર્ડન ડેવલપ કરવાના કામનો બજેટમાં સમાવેશ કરાયો છે. વિકાસના મુદ્દાઓ પર વિપક્ષે કરી કેટલીક રજૂઆત હતી. તેમજ વિપક્ષ કોર્પોરેટર કાસમ જોખિયાએ પૂર્વ મેયર બીના કોઠારીને ‘વચ્ચે ઠેકડા ન મારો’ કહેતા મામલો ગરમાયો હતો. આખરે બહુમતીના જોરે અને વિપક્ષના વિરોધ વચ્ચે બજેટને મંજૂરી આપવામાં આવી હતી.
અનુસાર માહિતી મુજબ, જામનગર મહાનગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા ટાઉન હોલ ખાતે મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષ સ્થાને સભા યોજાઈ હતી. જેમાં મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ સ્ટેન્ડિંગ ચેરમેને સભામાં રજૂ કર્યું હતું. આ દરમિયાન રૂ.1520.92 કરોડનું બજેટ આજે કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ જનરલ બોર્ડમાં રજૂ કર્યું હતું. તેમજ રૂ.1434.85નો વર્ષ દરમિયાન અંદાજીત ખર્ચ દર્શાવ્યો હતો.
મ્યુનિપલ કમિશનર દ્વારા સૂચવેલા 11.84 કરોડના કરદરમાંથી સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.4.25 કરોડ મંજુર કર્યા હતા. તેમજ રૂ. 42 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરમાં ફૂટબોલ ગ્રાઉન્ડ, ડિજિટલ લાઈબ્રેરી બનાવવામાં આવશે. તેમજ દરિયાઈ વિસ્તારમાં જતા રોડને નેકલેસ રોડ તરીકે ડેવલપ કરવાના કામનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવશે.
શહેરમાં જુદા જુદા પાંચ ગૌરવ પથ ડેવલપ કરવામાં આવશે. મીની એમ્યુઝમેન્ટ પાર્ક અને અલગ અલગ ત્રણ દાદા-દાદી ગાર્ડન ડેવલપ કરવાનું કામ કરવામાં આવશે. આ ઉપરાંત ત્રીજા સ્મશાન માટે જગ્યાની ફાળવણી થયેલ રૂ.5 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન કરવામાં આવશે. અદ્યતન ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી રૂ.1.80 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન કરવામાં આવશે.
બજેટ રજૂ થયા બાદ સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જ, રહેણાંક મિલ્કતો સહિતના વેરા વધારા સામે વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. વિકાસના મુદ્દા પર પણ વિપક્ષે કેટલીક રજૂઆત કરી હતી. તેમજ સભા દરમિયાન એક સમયે માહોલ ગરમાયો હતો. વિપક્ષ કોર્પોરેટરના નિવેદનથી પૂર્વ મેયર લાલઘુમ થયા હતા. પૂર્વ મેયર સાથે અન્ય મહિલા કોર્પોરેટરોએ પણ વિરોધ કર્યો હતો.
શહેરમાં ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોરના ત્રાસ અને ટ્રાફિક સિગ્નલ સહિતના મુદાઓને લઈને વિપક્ષે તળાપીટ બોલાવી હતી. આ ઉપરાંત પ્રજા પર વધારાનો ઝીંકવામાં આવ્યો ટેક્સ પરત ખેંચવા વિપક્ષની ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. આખરે બહુમતીના જોરે અને વિપક્ષના વિરોધ વચ્ચે બજેટને મંજૂરી અપાઈ હતી.
અહેવાલ : સાગર સંઘાણી