જામનગર શહેરની ભાગોળે આવેલા હાપા સ્થિત જલારામ મંદિરમાં આજે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતીની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, અને જલારામ મંદિરને પ્રજાપતિ શણગારીને મહા આરતી કરવામાં આવી હતી ઉપરાંત જલારામ ભક્તો દ્વારા વિશ્વ વિક્રમ એવા વિશાળ કદના રોટલા નું સર્જન કરીને પ્રસાદ રૂપે ધરવામાં આવ્યો હતો.

જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ વખતે પણ જલારામ જયંતિની વિશેષ રૂપે ઉજવણી કરવાના ભાગે 7 ફૂટબાય 7 ફૂટનો વિશાળ કદ નો વિશ્વ વિક્રમી રોટલો તૈયાર કરવામાં આવ્યો હતો, અને પૂજ્ય જલારામ બાપાને સૌપ્રથમ પ્રસાદ રૂપે ધરવામાં આવ્યો છે.

ત્યારબાદ જલારામ મંદિર હાપા માં રાત્રીના સમયે મહા આરતી બાદ મહા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રત્યેક જલારામ ભક્તોને પ્રસાદ રૂપે ભોજનમાં રોટલાની પ્રસાદી પીરસવામાં આવશે. આ સાથે હાપા જલારામ મંદિર સમિતિના રમેશ દતાણી તથા તેઓની સમગ્ર જલારામ ઉત્સવ સમિતિ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.