જામનગર સમાચાર

ગુજરાત સરકારશ્રી ના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્રિ- વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૩ લીવેબલ સિટીઝ ઓફ ટુમોરો વિષય અંતર્ગત આવનારા સમયમાં આપણું શહેર કેવું અને કઇ કઇ સુવિધાઓથી પરિપૂર્ણ હોવુ જોઇએ તેને લગત જુદા જુદા દેશો, મહાનગરપાલિકા, સંસ્થાઓ, વિભાગો ના ટેકનિકલ એક્સપર્ટ, કમિશ્નર શ્રી તથા અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.IMG 20231217 WA0008

આ પ્રિ -વાઇબ્રન્ટ સમિટમાં જામનગર મહાનગરપાલિકા તથા અન્ય મહાનગરપાલિકા, સંસ્થાઓ, વિભાગો દ્વારા પ્રશંસનીય હોય તેવા મુખ્ય વિકાસના કામો સમિટ ના માધ્યમથી ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા, આ સમિટમાં મહાનગરપાલિકાના માન.મેયરશ્રી, માન. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, તથા માન. કમિશનરશ્રી અને જુદા જુદા વિભાગના ૧૫ જુનિયર એન્જિનિયરોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.IMG 20231217 WA0012

જામનગરના વિવિધ વિકાસ કાર્યોના મોડેલ સાથે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રી- વાઇબ્રન્ટ ગુજરાત સમિટ – ૨૦૨૩માં જામનગરનું પ્રતિનિધિત્વ કરવા જામનગર મહાનગરપાલિકા મેયરશ્રી ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી તથા કમિશનરશ્રી અને સિવિલ શાખાના એન્જિનિયરો ઉપસ્થિત રહ્યા હતા, જામનગરના વિવિધ વિકાસ મોડેલ અંતર્ગત રૂપિયા ૧૦૦૦ કરોડની ગ્રાન્ટની આ સમિટ અંતર્ગત માંગ કરવામાં આવી છે, સૌરાષ્ટ્રનો મહત્વનો અને સૌથી લાંબો ફ્લાય ઓવરબ્રિજ જે જામનગરમાં બની રહ્યો હોય, તેમજ શહેરની હેરિટેજ ઇમારતોનું રીસ્ટોરેશન કાર્ય કરવામાં આવ્યું છે, આગામી સમયમાં રૂપિયા ૬,૦૦૦ કરોડના ખર્ચે નાગમતી- રંગમતી નદી પર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે.IMG 20231217 WA0005

જામનગર મનપાના સંકુલમાં જનરલ બોર્ડના નવા બિલ્ડીંગનું બાંધકામ પણ પ્રગતિ હેઠળ છે , સહિતની બાબતોનો પ્રિ- વાઇબ્રન્ટ સમિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહીં જામનગર મહાનગર પાલિકાનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો. જેની બહોળા પ્રમાણમાં પ્રિ-વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત લોકોએ મુલાકાત લીધી હતી. આ પ્રિ -વાઇબ્રન્ટ સમિટ માં શહેર મેયર માનનીય શ્રી વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માનનીય શ્રી નિલેશભાઈ કગથરા, મનપાના કમિશનર માનનીય શ્રી ડી. એન. મોદી સાહેબ, પ્રિ- વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૩ના નોડલ ઓફિસર શ્રી હરેશભાઈ વાણીયા, જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના એન્જિનિયરશ્રીઓ, ઉપસ્થિત રહ્યા હતા.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.