જામનગરમાં ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં પિતરાઈ ભાઈએ ભાઈ પર જ ફાયરીંગ કર્યાનો કિસ્સો લાલપુર પોલીસ મથકે નોંધાયો છે. લાલપુરના મુરીલા ગામમાં દેશી તમંચાથી પિતરાય ભાઈ પર ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે આ મામલે પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના લાલપુરના મુરીલા ગામની છે જ્યાં વસવાટ કરતા ખીમા મેરામણ ભાઇ વસરા જેવો ખેતી તથા માલઢોરનું કામ કરે છે અને તેમના નારણ પુંજા વસરાના ઘર પાસે ભેંસો બાંધવાનો વાડો આવેલો છે ત્યાં ભેસો દોહવા માટે જતા હતા. ખીમાભાઈ વસરાએ કહ્યું કે સામે કેમ જોવે છે તેમ કહી આરોપીએ ફરિયાદીને ઠપકો આપેલો ત્યારબાદ આરોપીએ થોડા સમય બાદ ઘરમાંથી દેશ તમંચો કાઢીને ફરિયાદીને મારી નાખવાના ઈરાદેથી તેના પર ફાયરીંગ કર્યું હતું. ત્યારે આ મામલે ફરિયાદી ખીમા ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
શું બની હતી સમગ્ર ઘટના ??
ફાયરીંગ કરનાર આરોપી નારણના રહેણાંક મકાન પાસે ફરીયાદી ઈજાગ્રસ્ત ખીમાભાઇનો ભેંસો બાંધવાનો વાડો (પ્લોટ) આવેલ હતો. આ વાડામાં ફરીયાદીના પત્ની તથા ઘરના સભ્યો ભેંસો દોવા માટે જતા હતા તે દરમ્યાન અવાર નવાર વાડાની દિવાલ પાસે ઉભો રહીને આરોપી ડોકા કાઢતો હતો જે ફરીયાદી આરોપીને મંગળવારે (૩૦ મે) વાડાની દિવાલ પાસે ઉભો જોઇને કહ્યું કે એક વાર અહીં વાડાની અંદર આંટો મારી લે એટલે તારે રોજ રોજ જોવા આવવું ન પડે તેમ કહેતા આરોપીને ઠપકો આપ્યો હતો.
ફરિયાદીએ ઠપકો આપતા આરોપી ઉશ્કેરાયો હતો. ત્યારબાદ ખીમા વસરા તેના ઘર તરફ જતો હતો ત્યારે નારણ પુંજા વસરાએ રસ્તામાં આંતરીને દેશી તમંચા જેવા હથિયાર વડે ખીમાના માથા તરફ ફાયરીંગ કરતાં ખીમાએ હાથ આડો ધરી દેતા હાથમાં તથા ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એમ.એન.જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને ઘવાયેલા ખેડૂતના નિવેદનના આધારે નારણ પુંજા વસરા વિરૂધ્ધ આમ્સ એકટ અને હત્યાના પ્રયાસનો ગનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ખીમભાઈ વસરા ઘાયલ થયા હતા અને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્તળે દોડી ગયો હતો અને પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.