- નવા રસ્તા બનાવવા સહીત અન્ય વિવિધ વિકાસ ખર્ચ માટે ટોટલ 99.60 લાખની જોગવાઈ કરવામાં આવી
Jamnagar: મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં શહેરમાં થયેલા ભારે વરસાદ દરમિયાન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રસ્તા બનાવવા સહીત અન્ય વિવિધ વિકાસ ખર્ચ માટે ટોટલ 99.60 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ નવા રસ્તાઓથી શહેરના નાગરિકોને સુગમ વાહન વ્યવહાર મળશે.
આંગણવાડીમાં સુધારામાટે સીવીલ ઈસ્ટ ઝોન વોર્ડ નં.૧૧ મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં સી.સી. રોડ અને બ્લોક બનાવવા માટે રૂ. ૧૦ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. પાણી પુરવઠાની વ્યવસ્થા માટે વોટર વર્કસ શાખાના ડંકી વિભાગ માટે છકડો રીક્ષા ભાડે રાખવા માટે રૂ. ૧.૪૨ લાખની જોગવાઈ કરવામાં આવી છે. શ્રાવણી લોકમેળા-૨૦૨૪ અંતર્ગત મેળાના દિવસોમાં સરકારી ગાઈડ લાઈન મુજબ અમલવારી કરવા માટે તા. ૧૧-૦૯-૨૦૨૪ સુધી મુદત વધારો કરવામાં આવ્યો છે., લેબર લો કન્સ્લટન્ટની નિમણુંક, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અન્ય વિકાસ કામો માટેની જોગવાઈઓ જેવા મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. આ નિર્ણયોથી જામનગર શહેરના વિકાસમાં નવું જીવ આવશે અને શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળશે.