- જામનગરની સરકારી જીજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગનું આઇઆઇટીવી બંધ : ઓપરેશન માટે દર્દી હેરાન
- સરકારી જીજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગનું આઇઆઇટીવી બંધ
- ઓપરેશન અર્થે આવેલા દર્દીઓ થયાં હેરાન પરેશાન
- દુર-દુર થી આવેલા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
- સૌરાષ્ટ્રના દર્દીઓ સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં આવે છે
Jamnagar News : જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંગ હોસ્પિટલનાં ઓર્થોપેડીક વિભાગનાં ઓપરેશન થિયેટરનું IITV બંધ હોવાથી દર્દીઓનાં ઓપરેશન અટકી પડ્યા છે. જેને લઈને દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમજ જીજી હોસ્પિટલમાં હાલમાં ઓપરેશન માટેની મશીન ખરાબ થવાના કારણે દૂર દૂરથી આવેલા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના લીધે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું પડી રહ્યું છે.
આ સમગ્ર ઘટના બાબતે માહિતી આપતા જામનગરની જીજી હોસ્પિટલના અધ્યક્ષક ડોક્ટર દીપક તિવારીએ જણાવ્યું હતું કે, અત્યારે હોસ્પીટલમાં બંને મશીનો બંધ છે અને મુંબઈથી મશીનોના સાધન મંગાવવામાં આવ્યા છે. તેમજ એક-બે દિવસમાં મશીન ચાલુ થઈ જશે. ત્યારબાદ દર્દીઓને જે હાલાકી પડે છે તે ઓછી થશે. તેમજ સારવાર યોગ્ય રીતે કરી શકાશે.
અહેવાલ : સાગર સંઘાણી