જામનગર જિલ્લામાં છેલ્લા વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિત અને જુદા જુદા પોલીસ દફતર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીનો હિસાબ લેવા માટે રાજકોટ રેંજના આઈજી સંદીપસિંઘ અને તેની ટીમ ગઈ કાલે બપોર બાદ જામનગર આવી પહોંચી હતી.
શહેરની ગ્રામ્ય અને સીટી ડીવાયએસપી કચેરી ખાતે અધિકારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ રેંજમાં આવેલ જિલ્લાઓમાં દર વર્ષે આઈજી દ્વારા ઇન્સપેકશન કરવામાં આવે છે. જેને લઈને ગઈ કાલે આઈજી સંદીપસિંઘ અને તેની ટીમ આવી પહોચી હતી.
શહેરની ડીવાયએસપી કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓર્નર તેમજ પ્રોટોકોલ પ્રમાણે આવકાર આપવામાં આવ્યો હતો. આ વખતે એસપી દીપન ભદ્રન, એએસપી અને શહેર ડીવાયએસપી નીતેશ પાંડે તેમજ ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ તેમજ એસઓજી અને એલસીબી ની ટીમ જોડાઈ હતી.
આઈજી દ્વારા શહેર જિલ્લાના જુદા જુદા પોલીસ દફતરમાં ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવશે. જેમાં વર્ષ દરમિયાન ગુનાખોરીના ગ્રાફ અને તેની સામે સ્થાનિક પોલીસની કામગીરી અને ડીટેકશન સહિતની બાબતોની ચર્ચાઓ અને સમીક્ષાઓ કરવામાં આવશે.