લાલપુર બાયપાસ પાસેથી માતા – પુત્રીના ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા ‘ તા
રાજકોટ પોલીસે પતિની સિવિલ હોસ્પિટલ ચોક પાસેથી પકડી પૂછતાછ કરતા આપી કબૂલાત
જામનગરમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ હત્યા,મારામારી અને લૂંટના બનાવો અનેક સામે આવી રહ્યા છે.ત્યારે લાલપુર બાયપાસથી રાજકોટ હાઈવે પર મોરકંડાની ધાર પાસે આવેલી હોટલની પાછળથી બાવળ પાસેથી માતા અને માસુમ પુત્રીની ગળુ કાપી કરપીણ હત્યા કરાયેલા મૃતદેહો મળી આવતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. અને માતા-પુત્રીની ઓળખ મેળવીને પરિવારને જાણ કરી હતી. દરમ્યાન રાજકોટ પોલીસે માતા,પુત્રીની હત્યા કરનાર પતિ હોવાનું સામે આવતાં તેની શોધખોળ હાથધરી ધરી હતી ત્યારે પોલીસને તે રાજકોટ હોસ્પિટલ ચોક પાસે હોવાની માહિતી મળતાં તેને દબોચી લઈ આકરી પુછપરછ કરતાં તેને ચારીત્ર્યની શંકાએ પત્નિ અને બે વર્ષની પુત્રીની ગળુ કાપી હત્યા કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે વિશેષ પુછપરછ હાથધરી છે.
આ બનાવની વિગત મુજબ જામનગર-લાલપુર બાયપાસ ચોકડી નજીક હાઇવે-૧૦ હોટલની પાછળના ભાગમાં બાવળની જાળીમાં રાત્રિના સમયે એક મહિલા અને તેની બાળકીના લોહીથી લથબથ મૃતદેહ જોવા મળતાં ભારે ચકચાર જાગી છે. આ બનાવ અંગે ત્યાંથી પસાર થનારા વ્યક્તિએ પોલીસને જાણ કરતાં પંચકોષી બી-ડિવિઝન તેમજ એલસીબીનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, જ્યારે શહેર વિભાગના મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.મૃતક મહિલા અને તેણીની દોઢથી બે વર્ષની પુત્રી કે જે બંનેના ગળા કપાયેલા હતા અને બંનેને નિર્દય રીતે રહેશી નાખી કોઈ મૃતદેહને ફેંકી ગયું હોવાનું અનુમાન લગાવી પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પ્રાથમિક તપાસમાં મહિલા મુસ્લિમ જ્ઞાતિની હોવાનું અને તેણીને તેમજ તેની પુત્રીને મહિલાના પતિએ જ મોતને ઘાટ ઉતારી હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક રહેવાસીના કહેવા મુજબ પતિ-પતી વચ્ચે બપોરે ઝઘડો ચાલતો હતો અને બંનેને ઝઘડતા પણ કોઈ વ્યક્તિએ જોયા હતા. ત્યારબાદ ઉશ્કેરાયેલા પતિએ પતી તથા તેની માસુમ પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતી.મૃતદેહોની ઓળખ મેળવતા જામનગરના દરેડ વિસ્તારમાં રહેતાં માતા શબાનાબેન તારીફભાઈ અને તેણીની બે વર્ષની પુત્રી રૂબીના હોવાનુ જાણવા મળ્યું હતું.
વધુમાં પોલીસમાંથી જાણવા મળ્યું છે કે, તેણીના પતિએ જ હત્યા કરીને ફરાર થઈ ગયો છે અને રાજકોટ સીટી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ ભુકણ સહીતના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન હોસ્પિટલ ચોક પાલેતી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા દરેડના તારીફ કાળુભાઈની અટકાયત કરી પુછપરછ કરતાં તેને ચારીત્ર્યની શંકાએ પત્નિ અને બે વર્ષની પુત્રીની ગળુ કાપી હત્યા કરી હોવાની કબૂલાત આપતા વધુ કાર્યવાહી હાથધરી છે.