જામનગર નજીક મસીતીયા ગામે આવેલી કમરુદ્દીનશા બાબાની દરગાહ પર ઉર્ષ નિમિતે અશ્વદોડ અને બળદગાડાની રેસનું આયોજન કરાયું હતું. અશ્વદોડમાં અલગ અલગ ગામોમાંથી 15 જેટલા ઘોડેસવારોએ ભાગ લીધો હતો. અશ્ર્વદોડમાં બાદશાહ 307 નામના અશ્ર્વએ પ્રથમ નંબર હાંસલ કર્યો હતો. દોડની આયોજક કમિટીએ ઘોડાના માલિકને સાફો પહેરી સન્માન કર્યું હતું. મસીતીયા ગામમાં ધુળેટીના પર્વ પર યોજાતી અશ્વદોડમહત્વની હોય છે. જામનગરના અલગ અલગ ગામ અને અન્ય જિલ્લામાંથી પણ લોકો અહીં યોજાતી રેસમાં ભાગ લેવા માટે આવતા હોય છે. અશ્વદોડમાં ભાગ લેતા દરેક અસ્વારનું મસીતીયા ગામમાં યોજાતી અશ્વદોડ જીતવાનું સપનું હોય છે. અહીં અરબી, કાઠીયાવાડી અને વછેરાની અલગ અલગ દોડનું આયોજન કરવામા આવે છે.
સામાન્ય રકમના સાફા માટે ઘોડેસવાર લગાવે છે દોડ
મસીતીયા ગામની રેસનું વિશેષ મહત્વ એ છે કે, અહીં દોડના આયોજનમાં વિજેતા ઘોડેસવાર માટે કોઈ મોટી રકમનું ઈનામ નથી હોતું. જે પણ વિજેતા થાય છે તેનું એક સાફો પહેરાવી સન્માન કરવામા આવે છે. તેમ છતાં ઘોડેસવાર અહીં રેસમાં ભાગ લેવા માટે આતુર હોય છે. કારણ કે, જે અશ્વ અહીંની રેસમાં વિજેતા થતો હોય છે તેની કિંમત આપોઆપ વધી જતી હોય છે.
હાલાર પંથકમાં અશ્ર્વદોડનું વિવિધ આયોજન
અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ દરમિયાન ચારથી પાંચ અશ્વદોડનું આયોજન થતું રહે છે.મસીતીયા, ઉપરાંત શ્રાવણ માસમાં ભૂચરમોરીના મેદાનમાં, ઢીંચડા ગામમાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અશ્ર્વદોડનું આયોજન કરવામા આવે છે.