સંચારી રોગચાળા અટકાયત માટે જિલ્લા રોગ અટકાયત અને જિલ્લા સર્વેલન્સની બેઠક કલેકટર રવિ શંકરના અધ્યક્ષ સ્થાને યોજાઇ
જામનગર જિલ્લાની સંચારી રોગચાળા અટકાયત માટે જિલ્લા સંચારી રોગચાળા અટકાયતની બેઠક દર ત્રણ માસ પછી યોજવાની હોય છે. જે અંગેની ચાલુ વર્ષનીબેઠક કલેકટરશ્રી રવિ શંકરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.આ બેઠકમાં ગ્રામિણ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળા અટકાયત, નિયંત્રણ કામગીરી સમિક્ષાકરવામાં આવેલ હતી. જેમાં જિલ્લામાં આવેલ હોટલોમાં તેમજ લારીમાં વેચાતા વાસી ખોરાકની ચકાસણી કરી જરૂરી પગલાં ભરવા કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ.
પાણીની પાઇપલાઇન લીકેજ હોય તો તાત્કાલીક રીપેરીંગ કરવા તેમજ સરકારી કચેરીની છત પર ભરાતા પાણીનો નિકાલ કરવા અને ક્લોરીનયુક્ત પાણી પુરૂ પાડવા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનો કરેલ હતા.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રસશ્તિ પારીકતેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે ડીસ્ટ્રીકટ લેવલ કોર્ડીનેશન કમિટીની બેઠક કલેકટરશ્રી રવિ શંકરના અધ્યક્ષ સ્થાને યોજાઇ
નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે ડીસ્ટ્રીકટ લેવલ કોર્ડીનેશન કમિટીની બેઠક કલેકટરશ્રી રવિ શંકરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળેલ હતી. આ બેઠકમાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે કરાયેલ કામગીરીની ચર્ચા, નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે માર્ચ ૨૦૧૮ સુધીમાં કરવામાં આવેલ તાંત્રિક અને ફાયનાન્સ કામગીરીની ચર્ચા વગેરે જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવેલ હતા. વધુમાં કલેકટરશ્રીએ જાહેર સ્થળો પર ગંદકી કરવા તેમજ તમાકુ વ્યસની લોકોને દંડ કરી યોગ્ય કાર્યવાહી કરવા સુચનો કર્યા હતા.
આ બેઠકમાંજિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રસશ્તિ પારીકઅને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે સલાહકાર સમિતિના સભ્યોની બેઠક કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજાઇ
જામનગર, તા.૨૬ જુન: જિલ્લા કલેકટર કચેરીનાં સભા ખંડમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે સલાહકાર સમિતિના સભ્યોની બેઠક કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં ક્લીનીક વેરીફિકેશન, ક્લીનીક રજીસ્ટ્રેશન રદ કરવા, નવું રજીસ્ટ્રેશન કરવા, એક્શન ટેકનરિપોર્ટ વગેરે વિશે ચર્ચા કરવામાં આવેલ હતી. કલેકટરશ્રી રવિશંકરએ સગર્ભા મહિલાઓની સોનોગ્રાફી કરતા ધ્યાને આવે તો તેવા તબીબો સામે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટઅંતર્ગત કડક પગલાં લેવા જરૂરી માર્ગદર્શન અને સુચનો કરવામાં આવેલ હતા.
જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી(પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા ગત મિટીંગના અહેવાલનું વાંચન અને એક્શન ટેકન અંગે જાણકારી આપવામાં આવેલ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રસશ્તિ પારીકતેમજ સલાહકાર સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.