-
ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વેપારી પેનલની જબરદસ્ત જીત
-
હાપા યાર્ડમાં મોટી સંખ્યામાં વેપારી આગેવાનોએ ઉપસ્થિત રહ્યા
-
રસાકસી ભરેલી ચૂંટણીમાં 97.30 ટકા મતદાન
જામનગર સમાચાર
જામનગર જિલ્લાના અન્ય યાર્ડની સરખામણીએ મહત્વના ગણાતા હાપા માર્કેટિંગ યાર્ડમાં ડાયરેક્ટરની ચૂંટણી માટે ગઈકાલે મતદાન યોજાયુ હતુ. જેનું આજે પરિણામ આવવાનું શરૂ થયું છે. આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વેપારી પેનલની જબરદસ્ત જીત થઈ છે. આ જીતને પગલે હાપા યાર્ડમાં મોટી સંખ્યામાં વેપારી આગેવાનોએ ઉપસ્થિત રહી વિજેતા થયેલા ઉમેદવારોને હારતોરા કરી વિજ્યોત્સવને વધાવ્યો હતો.
જામનગરમાં સહકાર ક્ષેત્રે મહત્વની હાપા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના 14 ડીરેકટરની ચૂંટણીમાં સોમવારે મતદાન થયું હતું. જામનગર માર્કેટીંગ યાર્ડની ગઈકાલે ચૂંટણી યોજાઇ હતી. જેમાં રસાકસી ભરેલી ચૂંટણીમાં 97.30 ટકા મતદાન થયું હતું. આ દરમિયાન ખેડૂત વિભાગમાં 94.60 અને વેપારી વિભાગમાં 100 ટકા મત પડયા હતા. તો ડીરેક્ટરોની 14 બેઠક માટે મેદાનમાં રહેલા 28 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થયું હતું. જેના પરિણામ આવવાની શરૂઆત થઈ છે.
ખેડૂત વિભાગમાં 760 અને વેપારી વિભાગમાં 110 મળી કુલ 14 બેઠક માટે 870 મતદારો નોંધાયા હતાં. સોમવારે સવારે 9 કલાકે માર્કેટ યાર્ડમાં મતદાનનો પ્રારંભ થયો હતો. મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલ્યું હતું. મતદાન શરૂ થતાની સાથે જ મતદારોની ભીડી જોવા મળી હતી ચૂંટણી અધિકારીઓ જીલ્લા રજીસ્ટ્રારની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. કયા ઉમેદવારને કેટલા મત મળ્યા એ અંગે વાત કરવામાં આવે તો કુલ 110 મતમાંથી હિરેન કોટેચાને 73, સંજયભાઈ ભંડેરીને 76, વિરેન મહેતાને 77 અને જયેશભાઇ સાવલિયાને 61 મત મળ્યા છે. જેનો ભવ્ય વિજય થયો છે.